વેસ્ટ ઈન્ડિઝનાં દિગ્ગજ બેટ્સમેન ક્રિલ ગેયલે કહ્યું કે, તેને હવે ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં સન્માન મળતું નથી. અને જો તે સારું પ્રદર્શન નથી કરતો તો ટીમ તેને બોજ સમજવા લાગે છે. ગેલ આ સમયે દક્ષિણ આફ્રિકાની ટી-20 લીગ માંજી સુપર લીગમાં જોજી સ્ટાર્સ ટીમથી રમી રહ્યો છે. આ લીગની છ ઈનિંગમાં ગેલ ફક્ત 101 રન જ બનાવી શક્યો છે.
ક્રિસ ગેયલે કહ્યું કે, હું ફક્ત ટીમની વાત નથી કરી રહ્યો.. આ એ વસ્તુ છે કે જે મેં ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં બહું પહેલાંથી જોયેલી છે. એવું લાગે છે કે એક વ્યક્તિ આખી ટીમ માટે બોજ છે. મને સન્માન નથી મળવાનું. લોકો ભૂલી જાય છે કે, તમે શું કર્યું. મને સન્માન મળતું નથી.
ગેયલે કહ્યું કે, અને હું ફક્ત આ ફ્રેન્ચાઈઝીની વાત કરી રહ્યો નથી. હું સામાન્ય વાત કરી રહ્યો છું. અને ખેલાડીઓ પણ આ જ વાત કરે છે. હું ખેલાડઓ, મેનેજમેન્ટ, બોર્ડ સભ્ય તમામની વાતો કરી રહ્યો છે. ક્રિસ ગેયલે ફેલ થઈ ગયો છે, આ તેનાં કેરિયરનો અંત છે, તે સારો નથી, તે ખુબ જ ખરાબ ખેલાડી છે, આ પ્રકારની તમામ વાતો મને સાંભળવા મળે છે. મેં આ વાતોનો સામનો કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.