ઈટ રાઈટ ઝુંબેશ હેઠળ ભારત સરકારે પહેલી ડિસેમ્બરથી દિલ્હીની સ્કૂલો કેન્ટિન, ફાફેટેરિયા અને બોર્ડિગના મેનુમાંથી કોલો, બટાકાની ચિપ્સ, પેકેજ્ડ જ્યુશ, પિત્ઝા, બર્ગર્સ, નૂડલ્સ, સમોસા, છોલે- ભટૂરે જેવા જંકફુડ ઉપર મનાઈ ફરમાવી છે.
ગુજરાતમાં પણ ભૌગોલિકતા વિવિધતાને ધ્યાને રાખીને રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં બાળકોનું આરોગ્ય જોખમમાં મુકતા પેકેજ્ડ, જંક ફુડ સંદર્ભે ચકાસણી કરીને માર્ગર્દિશકા જાહેર કરવા આગળ વધશે.
ભારત સરકારે સ્કૂલ કેન્ટિનમાં ચરબી, મીઠું અને ખાંડનું ઊંચુ પ્રમાણ ધરાવતી ખાદ્ય ચીજ વસ્તુઓ બંધ કરવા માટે પગલા લીધા છે. સ્કૂલની સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં જંક ફૂડની એડ ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે.
એટલુ જ નહી, શાળાના કોમ્પ્યુટર વોલ પેપર્સમાં અને સ્કૂલ કેમ્પસની ફરતે ૫૦ મીટરની ત્રિજ્યામાં જંક ફુડની એડ અને શોપ્સ સામે નો- એન્ટ્રી ફરમાવી છે. ઈટ રાઈટ ઝુંબેશ હેઠળ કેન્દ્ર સરકારના આ નિયમો દિલ્હીમાં ડિસેમ્બરના આરંભે અમલમાં મુકાશે. જેમાં ચરબી, મીઠું અને ખાડું ઉચુ પ્રમાણ ધરાવતા ખાદ્ય પદાર્થો શાળાની કેન્ટિંન, મેસના સંકૂલ કે હોસ્ટેલના રસોડામાં વેચી શકાશે નહી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.