ચુકાદાની ઘડી, દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના મતની ગણતરી આજે થશે, ફાઈનલ પરીણામ પર આખા દેશની નજર

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના મતની ગણતરી આજે થશે અને ફાઇનલ પરિણામ જાહેર કરાશે. મતગણતરીમાં સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે. સવારે આઠ વાગ્યે મત ગણતરી શરૂ થશે, 9 વાગ્યાથી રૂઝાન આવવાની શરૂઆત થઇ જશે. મતગણતરી માટે કેન્દ્રોની ચાંપતી સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. દિલ્હીવાળાઓની સાથે દેશભરના લોકોને ઇંતજાર છે કે આખરે દિલ્હીમાં કોની સરકાર બનશે. સત્તાધારી આમ આદમી પાર્ટી (આપ) ફરી સરકારમાં આવે તેવા પડકારો છે તો ભાજપને આશા છે કે તેઓ 20 વર્ષનો રાજકીય વનવાસને ખત્મ કરીને રાજ્યની સત્તામાં પાછા ફરશે. જોવાનું દિલચસ્પ રહેશે કે સતત 15 વર્ષ સરકાર ચલાવી ચૂકેલ કોંગ્રેસના પ્રત્યે દિલ્હીની જનતાને કેટલો ભરોસો છે.

જશ્ન દરમ્યાન ફટાકડાથી દૂર રહો: સીએમ કેજરીવાલ

તમામ એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની પ્રચંડ જીતની ભવિષ્યવાણી કરાઇ છે. મોટાભાગની સર્વે એજન્સીઓના અંદાજોમાં 70 સીટ વાળી વિધાનસભામાં આમ આદમી પાર્ટી 55 કે તેનાથી વધુ સીટો જીતી શકે છે. આથી આપમા ખૂબ જ ઉત્સાહ છે. મુખ્યમંત્રી કેજરીવાલે આપના કાર્યકર્તાઓને જીતના જશ્નમાં ફટાકડા ના ફોડવાનું કહ્યું છે.

ભાજપને આશા, ખોટો સાબિત થશે એક્ઝિટ પોલ

ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી અને વેસ્ટ દિલ્હીથી ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ દાવો કર્યો છે તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે. બંને નેતાઓએ દાવો કર્યો છે કે દિલ્હીની પ્રજાએ ભાજપના પ્રત્યે વિશ્વાસ વ્યકત કર્યો છે અને તેમની પાર્ટી પૂર્ણ બહુમતીની સરકાર બનાવા જઇ રહી છે. એક્ઝિટ પોલ આવ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી કહી ચૂકયા છે કે જો આપની જીત થશે તો વિકાસની જીત થશે. ભાજપની હારની સાથે સાંપ્રદાયિક એજન્ડા ખત્મ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.