ગુજરાતમાં 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે.
ગુજરાત કોંગ્રેસે સોમવારે વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક વોર્ડના ઉમેદવારોની જાહેરાત કરી છે.
સુરતમાં કોંગ્રેસે 53 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં સેક્સ સીડી કાંડમાં ફસાયેલા પાટીદાર નેતા કાછડિયા દિનેશને પણ ટિકિટ ફાળવવામાં આવી છે.
નવા સીમાંકન મુજબ સુરતમાં મહાનગરપાલિકાના 30 વોર્ડ બનાવવામાં આવ્યા છે. જેમાં 120 બેઠકો કાઉન્સિલરની રાખવામાં આવશે. આમ એક વોર્ડ અને 4 કાઉન્સિલરનો વધારો થશે.
12 બેઠકો બેકવર્ડ કલાસ માટે રખાઈ છે. જેમાંથી 6 બેકવર્ડ ક્લાસની મહિલાઓ માટે અનામત રહેશે.જ્યારે કુલ 120 બેઠકોમાંથી 60 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.