નેશનલ ડેસ્ક:મહારાષ્ટ્ર અને હરિયાણામાં સોમવારે સાંજે મતદાન પૂરું થતાં જ એક્ઝિટ પોલ આવવા લાગ્યા. બંને રાજ્યમાં સર્વે કરનારી પાંચ અગ્રણી એજન્સીઓના એક્ઝિટ પોલની સરેરાશ કાઢીએ તો એનડીએ ફરી એકવાર સ્પષ્ટ બહુમતીથી સરકાર બનાવી શકે છે. સૌથી ચોંકાવનારાના એક્ઝિટ પોલ હરિયાણાના છે. ત્યાં કુલ 90માંથી 70 બેઠક ભાજપના ખાતામાં જતી દેખાઈ રહી છે, જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના મળીને 213 બેઠક જીતી શકે છે. 2014માં હરિયાણામાં ભાજપને 47 બેઠક મળી હતી. જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપને 122 અને શિવસેનાને 63 બેઠક મળી હતી. 2014માં મહારાષ્ટ્રમાં બંને પક્ષ એકલા હાથે ચૂંટણી લડ્યા હતા. પરિણામ પછી બંને ભેગા મળી સરકાર રચી હતી. આ વખતે ચૂંટણી પહેલા જ બંને પક્ષઓએ સમજૂતી કરી હતી. તેમની સાથે રિપબ્લિકન પાર્ટી પણ છે. પરિણામો 24 ઓક્ટોબરે આવશે. એક્ઝિટ પોલનાપરિણામ આ પ્રમાણે છે-
પરંતુ, પાછલી 22 ચૂંટણીમાં એક્ઝિટ પોલ 60% સુધી જ સાચા સાબિત થયા છે: 2014 પછી થયેલી ચૂંટણીમાં 60% એક્ઝિટ પોલ જ સાચા સાબિત થયા છે. સૌથી મોટા ફેરફાર બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને પુડુચેરીની ચૂંટણીમાં થયા. ત્યાં તમામ અગ્રણી એજન્સીઓના એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા.
હરિયાણામાં ભાજપે 2014માં 47 અને 2009માં ચાર બેઠક જીતી હતી. 2014 પહેલા ભાજપ ચોથા નંબરે હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.