લોકસભા ચૂંટણી પછી આ સેક્ટર્સ રહેશે સરકારના ફોકસમાં, અત્યારથી જ શેર્સ ભેગા કરવા મંડો, કમાણી જ કમાણી

રૂપને રાજગુરુ કહે છે કે વર્ષ 2020 સુધી સરકારે સુધારા માટે ઘણા મોટા પગલા લીધા હતા. તેમાં GST, RERA, IBC વગેરેનો સમાવેશ થાય છે. ચૂંટણી બાદ સરકારનું ધ્યાન મેન્યુફેક્ચરિંગ પર રહેશે. આનાથી રોજગારીની તકો ઊભી કરવામાં તેમજ અર્થવ્યવસ્થાના વિકાસમાં વધારો કરવામાં મદદ મળશે.

નવી દિલ્હીઃ Julius Bear Indiaના હેડ રુપેન રાજગુરુએ જણાવ્યું છે કે, હાલ ભારત ત્રણ કારણોથી મજબૂત સ્થિતિમાં છે. જેમાં પ્રથમ છે ગુડ ગવર્નન્સ સાથે બેન્કિંગ સિસ્ટમની મજબૂત બેલેન્સશીટ, બીજું છે કોર્પોરેટ સેક્ટરની મજબૂત સ્થિતિ અને ત્રીજું છે ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ સાથે વિદેશી ફંડનું રોકાણ વધવાની સંભાવના. તેમણે મનીકંટ્રોલ સાથેની વાતચીતમાં શેરબજાર, ઇન્વેસ્ટમેન્ટ અને ઈકોનોમી વિષે ઘણી મહત્વની વાતો જણાવી હતી. તેમણે જણાવ્યું કે, ફાઇનાન્શિયલ સ્ટોક્સની વેલ્યુએશન આકર્ષક અને યોગ્ય લાગી રહી છે. તેમણે રોકાણકારોની દ્રષ્ટિએ સ્મોલ અને માઇક્રોકેપ્સની તુલનામાં લાર્જકેપ્સ અને લાર્જ મીડકેપ્સને વધુ સારા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, માર્કેટ સેન્ટિમેન્ટમાં બદલાવ આવવાના કારણે સ્મોલકેપ્સ અને માઇક્રોકેપ્સમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે.

2020 સુધી સરકારનું ફોકસ રિફોર્મ્સ પર રહ્યુંઃ તેમણે જણાવ્યું કે, ત્રીજી વખત પીએમ મોદીની સરકાર બને તેવી સંભાવના છે. ત્યારે સરકારનું ફોકસ મેન્યુફેક્ચરિંગ પર રહે તેવી સંભાવના છે. ત્યારબાદ સરકારનું ફોકસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રહેશે. સરકારે ઇકોનોમિક ગ્રોથ માટે ત્રણ બાબતે જોર આપ્યું છે. જેમાં પ્રથમ છે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવું. બીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સારું બનાવવું અને ત્રીજું છે લોકોની ખર્ચ કરવા યોગ્ય આવકમાં વધારો કરવો. સરકારે ગત વર્ષોમાં આ ત્રણેયને ધ્યાનમાં રાખતાં જરૂરી રિફોર્મ્સ કર્યા છે. વર્ષ 2020 સુધીનો પાંચ વર્ષનો કાર્યકાળ મુશ્કેલ રહ્યો, કારણ કે સરકારે આ દરમિયાન જરૂરી રિફોર્મ્સ પર ફોકસ કર્યું. જેમાં GST, RERA, IBC અને નોટબંધીનો સમાવેશ થાય છે.

મેન્યુફેક્ચરિંગ પર રહેશે ફોકસઃ રાજગુરુએ કહ્યું કે, સરકારના ત્રીજા કાર્યકાળમાં એ વસ્તુઓ પર ફોકસ રહેશે, જે ગત કેટલાક વર્ષોમાં પ્રાથમિકતામાં રહી છે. પરંતુ તેની ગતિ વધશે. મેન્યુફેક્ચરિંગ પર ફોકસ યથાવત રહેશે. જેનું કારણ એ છે કે સરકાર ઈમ્પોર્ટમાં ઘટાડો કરવાના સાથે દુનિયામાં ભારતને મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવા માંગે છે. જેનાથી રોજગાર બાંધવાની સાથે ઓવરઓલ વિકાસ થશે.

ચીનની હાલત ખરાબઃ શું ગ્લોબલ ઇન્વેસ્ટર્સ માટે ભારત ચીનનો વિકલ્પ સાબિત થશે? આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, ચીનના કેસમાં પરિસ્થિતિ બદલાઈ છે. ચીનની અર્થવ્યવસ્થા 2000ના દશકની શરૂઆતમાં 10 ટકાથી વધુ ગ્રોથ દેખાડી રહી હતી. એક દશક પહેલાં તેની ગ્રોથ વાર્ષિક 7 ટકાથી વધુ હતી. હવે તે ઘણી મંદી પડી છે.

વિદેશી રોકાણકારો માટે ભારત આકર્ષકઃ વર્લ્ડ બેંકે વર્ષ 2024માં ચીનની ઈકોનોમીનો ગ્રોથ 4.5 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. બીજી બાજુ ભારત દુનિયામાં સૌથી ઝડપી વધી રહેલી અર્થવ્યવસ્થા છે. IMFએ આ નાણાંકીય વર્ષમાં ભારતનો ગ્રોથ 6.7 ટકા અને આગામી નાણાંકીય વર્ષમાં 6.5 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. આ ઉપરાંત ગ્રોથની ક્વોલિટીમાં પણ બદલાવ જોવા મળ્યો છે. જેથી ગ્લોબલ ઇન્વેસ્ટર્સને ચીનની સરખાણીમાં ભારત વધુ આકર્ષક લાગી રહ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.