ચૂંટણી આયોગે રાજનીતિક દળોને કોરોનાને લઈને ચેતવણી આપવાની સાથે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિશેષ કડકાઈ અને સજાગતા વર્તવાના નિર્દેશ દળોની સાથે રાજ્યોમાં મુખ્ય નિર્વાચન અધિકારીઓને મોકલવામાં આવ્યા છે.
બિહાર ચૂંટણી દરમિયાન ગત વર્ષ પહેલા વાર આ નિર્દેશિક જારી કરવામાં આવી હતી. આયોગે બિહાર વિધાનસભા દરમિયાન 29 જુલાઈ 2020એ આ ગાઈડલાઈન જારી કરી હતી. ચૂંટણી આયોગે તમામ ચૂંટણીરત રાજ્યોની રાજકિય પાર્ટીઓ અને વિધાનસભા ચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવી રહેલા ઉમેદવારોને પત્ર લખ્યા છે.
આયોગે કહ્યું કે નિયમોનું પાલન ન કરનારી રેલીઓ, પબ્લિક મિટીંગ પર પ્રતિબંધ લગાવી શકાય છે. સાથે સ્ટાર પ્રચારકોને પ્રચાર કરવા પર પૂરી રીતે પ્રતિબંધ લાગી શકે છે. એટલા માટે તમામ રાજનીતિક પાર્ટીઓ આ નિયમોનું પાલન કરે.
બંગાળમાં આઠમાંથી ચોથા તબક્કાનું મતદાન થઈ ચૂક્યુ છે. હવે આયોગે રાજકીય દળોઅને ઉમેદવારોને ચેતવ્યા છે કે તેમણે જનતા જનાર્દનની આગળ વ્યવહાર અને વર્તનને કોવિડ સાથે જોડાયેલા નિયમોનું પાલન કરવુ પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.