એક સમયે કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલટ નજીકના મિત્રો હતા. રાહુલ ગાંધી સાથે પણ બંનેની નિકટતા હતી. રાહુલ ગાંધી અને આ બંને નેતાઓ કોંગ્રેસનો યુવાન ચહેરો હતો. ત્યારે ગત માર્ચ મહિનામાં મધ્ય પ્રદેશના જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ સચિન પાયલટ, સિંધિયા અને રાહુલ ગાંધીની જોડી ભાંગી હતી. ત્યારે હવે ફરીથી મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં બંને જૂના સાથીઓ સિંધિયા અને પાયલટ વચ્ચે મુલાકાત થઇ છે.
રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટ મધ્ય પ્રદેશની પેટા ચૂંટણી માટે પ્રચાર કરવા આવ્યા છે. ત્યારે ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગ્વાલિયરમાં તેમની સાથે મુલાકાત કરી છે. સિંધિયાએ મધ્ય પ્રદેશમાં તેમનું સ્વાગત કર્યુ છે. બે દિવસ માટે મધ્ય પ્રદેશ આવેલા પાયલટને મળવા માટે સિંધિયા પહોંચ્યા હતા. મુલાકાત બાદ સિંધિયાએ કહ્યું હતું કે, હું તેમને ગ્વાલિયરમાં મળ્યો અને તેમનું સ્વાગત કર્યુ. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશમાં બધાનું સ્વાગત કરવાની પરંપરા છે.
જ્યારે સિંધિયાને સવાલ પૂછવામાં આવ્યો કે પાયલટના ચૂંટણી પ્રચાર કરવાથી કોઇ ફરક પડશે? તેના જવાબમાં તેમણે કહ્યું કે લોકશાહીમાં તમામ લોકોને પ્રચાર કરવાનો અધિકાર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.