ચૂંટણી પરિણામ બાદ પણ ટ્રમ્પને હાર સ્વીકાર નથી, સસરાને મનાવવા માટે જમાઈ પહોંચ્યા

ડેડી, ખેલદિલીથી પરાજય સ્વીકારી લો, ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી જમાઇએ કરેલી વિનંતી
– ટ્રમ્પ હજુય અડિયલ રુખ અપનાવી રહ્યા હતા

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાહેરમાં પોતાનો પરાજય સ્વીકારવા તૈયાર નથી પરંતુ એમના પરિવારના સભ્યો ઇચ્છે છે કે ટ્રમ્પ ખેલદિલીથી પરાજય સ્વીકારી લે. ટ્રમ્પનાં પત્ની મેલાનિયા ઉપરાંત પુત્રી જમાઇએ તેમને જાહેરમાં વિનંતી કરી હતી કે પરાજયનો સ્વીકાર કરી લ્યો.

સીએનએનના એક અહેવાલ મુજબ ટ્રમ્પના જમાઇ જેરેડ કુશનર અને પત્ની મેલાનિયાએ તેમને ખેલદિલીથી પરાજય સ્વીકારી લેવા સમજાવ્યા હતા. જો કે ટ્રમ્પે હા પાડી નહોતી. કુશનર તો તેમને સમજાવવા વ્હાઇટ હાઉસ પણ ગયા હતા. ટ્રમ્પ આ બાબતમાં કોઇનું સાંભળવા તૈયાર નહોતા. એમનાં પુત્રી ઇવાન્કા પણ પિતાના અડિયલ વર્તનથી અપસેટ હોવાના રિપોર્ટ હતા. જો કે ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ જુનિયર પિતાની સાથે હતા. ડોનાલ્ડ જુનિયરે પિતાને કહ્યું હતું કે તમે પરાજય સ્વીકારવાની જાહેરાત કરતા નહીં. તમે દબાણ કરતા રહો અને વિજયની વાત કરતા રહો.

બીજા શબ્દોમાં એમ કહીએ કે અમેરિકી પ્રમુખપદની ચૂંટણીનાં પરિણામોના મુદ્દે ટ્રમ્પ પરિવાર બે ભાગમાં વહેંચાઇ ગયો હતો.

સીએનએનના અહેવાલ મુજબ ટ્રમ્પના મુખ્ય સલાહકાર અને જમાઇ જેરેડ કુશનરે તેમને ખૂબ ધીરજ અને શાંતિથી સમજાવ્યા હતા કે આપણે ગ્રેસફૂલી પરાજય સ્વીકારી લેવો જોઇએ. એ જ રીતે પત્ની મેલાનિયાએ પણ ટ્રમ્પને સમજાવ્યા હતા કે પરાજયની કબૂલાત કરી લ્યો. પરંતુ ટ્રમ્પે આ બંનેની વાત નકારી કાઢી હતી. ટ્રમ્પ શરૂઆતથી એવો આક્ષેપ કરતા રહ્યા હતા કે આ ચૂંટણીમાં મોટે પાયે ઘાલમેલ અને ગોલમાલ થઇ હતી. એમના બંને પુત્રો પણ પિતાની પડખે રહ્યા હતા. ટ્રમ્પે સતત કાનૂની લડાઇ દ્વારા પોતાનો વિજય પાકો કરવાની નેમ લીધી હોય એવું એમનું વર્તન હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.