ચૂંટણી વગર જ નિમાયેલા નેતાને માત્ર કેટલાકનું જ જ્યારે ચૂંટાયેલાને ઘણાનું સમર્થન હોય છે : કોંગ્રેસ નેતા

કોંગ્રેસ મા પ્રમુખ પદને લઇને હાલ પક્ષમાં ચર્ચાવિચારણા ચાલી રહી છે. કોંગ્રેસના 23 જેટલા નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને કહ્યું હતું કે પક્ષમાં હવે કોઇ કાયમી પ્રમુખની ચૂંટણી દ્વારા પસંદગી કરવામાં આવે.

આ સિૃથતિ વચ્ચે કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે એક મોટુ નિવેદન આપ્યું છે અને ચેતવણી આપતા કહ્યું છે કે જો કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ચૂંટણી ન યોજવામાં આવી તો 50 વર્ષ સુધી કોંગ્રેસ વિપક્ષમાં જ બેઠો રહેશે.

રાજ્યસભાના કોંગ્રેસના સંસદીય દળના નેતા ગુલામ નબી આઝાદે પોતાના જ પક્ષ અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે એક ટકા લોકો પણ પક્ષમાં સહમન નહીં થાય કે કોઇને ચૂંટણી વગર જ પક્ષના પ્રમુખ પદે પસંદ કરી લેવામાં આવે માટે ચૂંટણી તો યોજવી જ પડશે.

આઝાદ પણ એ નેતાઓમાં સામેલ છે કે જેઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને કાયમી પ્રમુખની પસંદગી કરવાની માગણી કરી હતી. આઝાદે હવે એવી પણ ચેતવણી આપી છે કે જો પક્ષની ચૂંટણીમાં જીતીને કોઇ નેતા પ્રમુખ પદ તરીકે નેતૃત્વ નહીં સંભાળે તો આગામી 50 વર્ષ સુધી કોંગ્રેસ વિપક્ષમાં જ બેઠો રહેશે.

કોંગ્રેસના વરીષ્ઠ નેતાએ સ્પષ્ટપણે પક્ષના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજવાની માગણી કરી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જ્યારે તમે ચૂંટણી લડો છો ત્યારે ઓછામાં ઓછા 51 ટકા લોકો તમારી સાથે હોય છે અને પાર્ટીમાં માત્ર બે કે ત્રણ લોકોની વિરૂદ્ધ ચૂંટણી લડે છે.

એક વ્યક્તિ જેને 51 ટકા મત મળે છે જ્યારે બીજાને માત્ર 10 કે 15 જ મત મળે છે. જે વ્યક્તિ જીતે છે તેને જ પ્રમુખ પદ આપવામાં આવવું જોઇએ. તેનો આૃર્થ એ થાય છે કે જેને ચૂંટવામાં આવ્યા હોય તેની સાથે આ 51 ટકા લોકો હોય છે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે જો કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોને ચૂંટવામાં આવે છે તો પછી તેને હટાવી પણ નથી શકાતા. એવામા સમસ્યા શું છે.

ચૂંટણી યોજવાની માગણી સાથે તેમણે કહ્યું કે જ્યારે ચૂંટણી યોજવામાં આવે છે ત્યારે જે લોકો બીજા, ત્રીજા અને ચોથા સૃથાન પર આવે છે તેઓ વિચારે છે કે અમારે પક્ષને મજબુત કરવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે અને આગામી વખતે ફરી અમે ચૂંટણી લડીને જીતીશું અને તે માટે મહેનત પણ કરવી પડશે. સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે હાલ જે પ્રમુખ ચૂંટાયા છે તેમને પક્ષનો એક ટકા પણ મત કે સમર્થન નથી મળ્યું.

તેમણે કહ્યું કે કોંગ્રેસના પ્રમુખ પદે કોઇને સીધા પસંદ કરી લેવા કરતા ચૂંટણી યોજવી જોઇએ. સાથે તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી કોઇને પણ રાજ્યમાં પાર્ટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી રહી છે. આ એવા વ્યક્તિઓ હોય છે કે જેઓની દિલ્હી અવર જવર થતી હોય છે જેની ભલામણ પાર્ટીના મોટા નેતાઓ દ્વારા થતી હોય છે.

તેમણે કહ્યું હતું કે એવામાં આપણને એ પણ ખ્યાલ નથી આવી શકતો કે આવા નેતાઓને એક કે 100 ટકા પણ કોઇનું સમર્થન છે કે નહીં. અનેક એવા વ્યક્તિઓ છે કે જેની પાસે એક ટકા પણ સમર્થન નથી હોતું. આવું રાજ્ય, જિલ્લા, સીડબલ્યુસીમાં નેતૃત્વની પસંદગીમાં થાય છે. કોઇને નિમવામાં આવ્યા હોય તો તેને હટાવી શકાય છે પણ કોઇને ચૂંટવામાં આવ્યા હોય તો નથી હટાવી શકાતા. અને તેથી ચૂંટણી યોજવામાં કઇ જ ખોટુ નથી.

ગુલામ નબી આઝાદે પક્ષના જ એ નેતાઓની ટીકા કરી હતી કે જેઓ કોંગ્રેસમાં અધ્યક્ષથી લઇને કોઇ પણ પદે પસંદગી માટે જરૂરી ગણાતી ચૂંટણીનો વિરોધ કરે છે. તેમણે કહ્યું કે જે લોકો વફાદારીના દાવા કરી રહ્યા છે તેઓ વાસ્તવમાં સસ્તું રાજકારણ કરી રહ્યા છે જે પક્ષ તેમજ રાષ્ટ્ર માટે હાનિકારક છે.

જે લોકો ચૂંટણીની અમારી માગનો વિરોધ કરી રહ્યા છે તેઓ જાણે છે કે જો ચૂંટણી યોજાશે તો તેઓ ક્યાયના નહીં રહે. માટે પક્ષના જિલ્લા, રાજ્ય અને તાલુકામાં કાર્યકર્તાઓ દ્વારા ચૂંટાઇને નેતાઓની પસંદગી થવી જોઇએ. અને આ બધુ 10-15 વર્ષ પહેલા જ કરવાની જરૂર હતી.

હવે જ્યારે ચૂંટણીઓ હારી રહ્યા છીએ ત્યારે ફરી સત્તામાં આવવું હોય તો કોંગ્રેસને વધુ મજબુત બનાવવી જ પડશે. જો પક્ષ આગામી 50 વર્ષ સુધી માત્ર વિપક્ષમાં જ રહેવા માગે છે તો પછી પાર્ટીમાં આંતરીક ચૂંટણીઓ યોજવાની પણ કોઇ જ જરૂર નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.