કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. તેવામાં લોકો બચવા માટે અનેક રીતો અપનાવી રહ્યા છે. આ દરમિયાન સતત લોકો વિટામિન ડી 3 કેલ્શિયમ, જિંક (Zinc) અને મલ્ટી વિટામિન લઈ રહ્યા છે.
પીજીઆઈ લખનૌના હૃદયરોગ વિશેષજ્ઞ ડો. નવીન ગર્ગે એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું કે આજના સમયમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે. તેવા સમયમાં ઈમ્યુનિટી બુસ્ટરના કોર્સ અંગે લોકોને ખબર હોવી ખુબ જરુરી છે. ડો. નવીને જણાવ્યુ તે વિટામીન સી, ડી અને મલ્ટી વિટામિનનો કોર્સ એક મહિનાનો હોય છે
કોરોનાથી બચવા માટે જે લોકો દવાનું સેવન કરવા નથી ઈચ્છ તા તે લોકો પણ ઈમ્યુનિટી વધારવાના ચક્કરમાં જરુરિયાત કરતા વધારે ચ્યવનપ્રાશ ખાઈ રહ્યા છે. આનાથી તેમનામાં શુગર અને હાર્ટની બિમારી વધી રહી છે.
- ઉકાળો ફક્ત સામાન્ય શરદી થવા પર દિવસમાં એક વાર
- જિંક – વધારેમાં વધારે 15 દિવસ ખાવી જોઈએ
- મસ્ટી વિટામિન- વધુમાં વધુ 1 મહિનો
- વિટામિન ડી -3 60Kનો એક -એક ડોઝ મહિનામાં ચાર વાર, એ બાદ મહિનામાં એક વાર અથવા ડોક્ટરી સલાહ પર
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.