કેન્દ્ર સરકારના નાગરિકતા બિલનો હાલ દેશમાં તો વિરોધ થઇ જ રહ્યો હતો પણ હવે વિદેશોમાં પણ વિરોધ થવા લાગ્યો છે. બ્રિટનમાં અનેક લોકો રસ્તા પર ઉતર્યા હતા અને નાગરિકતા બિલનો વિરોધ કર્યો હતો.
લંડનમાં ભારતીય દુતાવાસ બહાર અનેક આસામી મૂળના નાગરિકો એકઠા થયા હતા અને આ બિલનો વિરોધ કરવા લાગ્યા હતા. સાથે જ મોદી વિરોધી નારેબાજી કરી હતી અને આ બિલને ધર્મના આધારે ભાગલા પાડનારૂં ગણાવ્યું હતું.
વિરોધ કરનારાઓએ કહ્યું કે આ નવા બિલથી આસામમાં આિર્થક કટોકટી ઉભી થશે કેમ કે બાંગ્લાદેશમા જે પણ લોકો આસામમાં શરણાર્થી તરીકે રહે છે
તેઓને સરકાર નાગરિક્તા આપવા જઇ રહી છે જે ખોટુ છે. આ ઉપરાંત આ કાયદાનો આધાર પણ ધર્મ છે જે યોગ્ય નથી, દેશનું બંધારણ ધર્મના આધારે નાગરિક્તા નક્કી કરવાની છુટ નથી આપી રહ્યું.
બ્રિટનમાં પ્રદર્શન કરી રહેલા લોકોનું એવું પણ કહેવું છે કે હાલ આસામમાં કરફ્યૂનો માહોલ છે અને ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે તેથી અમે અમારા પરિવારજનોની સાથે વાતચીત પણ નથી કરી શકતા, ત્યાં હોસ્પિટલોની સિૃથતિ પણ ખરાબ છે.
આ વિરોધ પ્રદર્શનમાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો, યુવાનો, બ્રિટનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એમ દરેક વર્ગના લોકો જોડાયા હતા, ઉપરાંત સેય યસ ટુ યુનિટી સેય નો ટુ ડિવિઝનના સુત્રોચ્ચાર કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.