ત્યારે હવે સુરતથી વધુ એક બસ અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ સુરતમાં સિટી બસના ડ્રાઇવરે એક વૃદ્ધ મહિલાને અડફેટે લેતા માથા અને પગમાં ઇજા થઈ છે. સુરતના નાનપુરા નાવડી ઓવારા પાસેની આ ઘટના બતાવવામાં આવી રહી છે. વૃદ્ધ મહિલા રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે સિટી બસ દ્વારા અડફેટે લીધી છે.
અક્સમાત બાદ મહિલાને સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સિટી અને BRTS બસના ડ્રાઇવરો દ્વારા બેફામ અને બેદરકારી રીતે બસ ડ્રાઇવ કરવામાં આવે છે. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાઇ રહ્યા છે. વારંવાર અલગ-અલગ વિસ્તારમાં અકસ્માત સર્જાઈ રહ્યાં હોવાની ઘટનાઓ સામે આવતા હવે BRTS અને સિટી બસ જોઈને લોકોને ડર લાગી રહ્યો છે.
ત્યારે હવે રાજકોટ ખાતે તંત્ર હરકતમાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને RMC કમિશનરને સૂચન આપવામાં આવ્યા છે. સિટી-BRTS બસને લઈને મહત્વની બેઠક યોજાશે અને રાજકોટમાં બસ અકસ્માત અટકાવવા તાલીમ અપાશે અને આડેધડ બસ ચલાવનાર ડ્રાઈવરો સામે પગલાં લેવાશે અંગે ચર્ચા કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.