ધ્રાંગધ્રા ખાતે મામલો થાળે પાડવા આવેલી પોલીસ ઉપર પણ પથ્થરમારો થતાં સિટી પીઆઇ, 2 કોન્સ્ટેબલ ઘાયલ થયા

ધ્રાંગધ્રામાં બુધવારે મોડી રાત્રે દલિત સમાજ અને મીયાણા સમાજ વચ્ચે હિંસક જૂથ અથડામણ થઈ હતી. બંને સમાજના 2 યુવાન વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ સામસામે મારામારી થઈ હતી. મામલો થાળે પાડવા આવેલી પોલીસ ઉપર પણ પથ્થરમારો થતાં સિટી પીઆઇ, 2 કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા. સ્થિતિ વણસતાં તાલુકા પોલીસ કુમક ઉતારવી પડી હતી. બંને સમાજનાં હિંસક બનેલાં ટોળાં વિખેરવા માટે પોલીસને ટીયર ગૅસના 32 શેલ છોડવા પડ્યા હતા. પોલીસે બંને જૂથના 22 સહિત ટોળાં સામે ફરિયાદ નોંધી હતી.

…ધ્રાંગધ્રામાં અમદાવાદ રોડ પર રેલવે નાળા પહેલાં મીયાણા સમાજની વસ્તી છે જ્યારે નાળા બહાર દલિત સમાજની વસ્તી છે. બંને સમાજ વચ્ચે અગાઉ થયેલી માથાકૂટ મુદ્દે બુધવારે રાતે બોલાચાલી થતાં જૂથ અથડામણ સર્જાઈ હતી. ધીંગાણું સર્જાતાં સિટી પીઆઇ આર. જી. ચૌધરી, પીએસઆઇ કે. ડી. જાડેજા અને સ્ટાફે ઘટનાસ્થળે જઈને કાર્યવાહી હાથ ધરી હતી. પથ્થરમારો થતાં સિટી પીઆઇ આર. જી. ચૌધરી, કોસ્ટેબલ મહાવીરસિંહ રાઠોડ અને કોસ્ટેબલ વિજયસિંહને ઈજા થતાં સિટી પોલીસની મદદે તાલુકા પોલીસ દોડી આવી હતી. ડીએસપી હરેશ દુધાત, ડીવાયએસપી, એલસીબી, એસઓજી, પાટડી સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળે આવી હતી. ટીયર ગૅસના 32 શેલ છોડી ટોળાં વિખેરી નાખ્યાં હતાં. જિલ્લાભરની પોલીસ ઘટનાસ્થળે ખડકી દેવા સાથે નગરમાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. હિતેષભાઈ ઉર્ફે લાલો ગીરધરભાઈ ચૌહાણ, મહેન્દ્રભાઈ ઉર્ફે મયો ખાનાભાઈ પરમાર, હર્ષદભાઈ જયંતીભાઈ સિંધવ, મહેન્દ્રભાઈ ઉર્ફે જાડો શિવાભાઈ પરમાર, અનિલભાઈ ઉકાભાઈ ચૌહાણ, ગણેશભાઈ ઉર્ફે ગીડો મોતીભાઈ જાદવ, આનંદભાઈ રાજુભાઈ છાસિયા, મનીષભાઈ ઉર્ફે લાલો અમુભાઈ ચૌહાણ, જયેશભાઈ વાણિયા, હરિભાઈ ચૌહાણ, હકો પરમાર, નરેન્દ્ર ઉર્ફે પન્ની તળશીભાઈ ચૌહાણ, અક્ષયભાઈ સાગઠિયા, જીગો સિંધવ, પ્રકાશભાઈ રાતોજા, કમાભાઈ ઠીંગણાનો ભાઈ ગાંગુલી. સામે પક્ષે અજુભાઈ જુમાભાઈ માણેક, રાજાબાબુ, યાકુબભાઈ જુમાભાઈ માણેક, ઇંદ્રશીભાઈ બબાભાઈ મોવર, રિયાજભાઈ ઇશાભાઈ માણેક, આશીફ મોવર, જુસબભાઈ હાજીભાઇ માણેક, શાહરૂખભાઈ સલીમભાઈ મોવર સહિતનાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.