સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે ચિટિંગ સામે આવ્યો છે. કોવિડમાં દાખલ મહિલા દર્દીના સગા પાસેથી પૈસા પડાવવાનો ખેલ સામે આવ્યો છે.
ઇન્જેક્શન આપી દીધાનું કહી રૂ.45 હજાર દર્દીના સગા પાસેથી માંગવામાં આવ્યા હતા. દર્દીના સગાને શંકા જતા ઈન્જેક્શન આપ્યાની દર્દી પાસે ખરાઈ કરાઈ છે. દર્દીને કોઈપણ પ્રકારના ઈન્જેક્શન આપવામાં આવ્યા ન હતા.
અટકાયત કરેલા મયુર નામના શખ્સે ભાજપના સંજય ગોસ્વામીનું નામ કબૂલ્યું હતુ. પોલીસે ભાજપ કાર્યકર સંજય ગોસ્વામીની શોધખોળ હાથ ધરી છે. અગાઉ પણ સિવિલના અનેક પ્રકરણમાં સંજય ગોસ્વામી વગોવાયેલો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 67 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4922 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.
સુરતમાં કોરોના કહેરમાં પરિસ્થિતિને પહોંચી વળવા તાબડતોબ કોવિડ સેન્ટર ઉભું કરાઈ રહ્યું છે. ઓક્સિજનની સુવિધા સાથે 544 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ થશે. સરસાણા ચેમ્બર ઓફ કોમર્સના કન્વેનશન હોલમાં આ સેન્ટર ઉભું થઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.