વડોદરામાં રેમડેસિવિર ઇન્જેક્શન વેચતો ડોક્ટર ઝડપાયો છે. PCBએ ડોકટર અને મેલ નર્સની ધરપકડ કરી છે. રેમડેસિવિર ઇન્જેક્શન બારોબાર વેચી મારતા હતાં. PCBએ 2 અલગ અલગ વિસ્તારમાં ટ્રેપ ગોઠવી હતી.
રેમડેસિવિર ઇન્જેક્શન 7 હજાર 500 અને 9 હજારની કિંમતે વેચાતા હતાં. આરોપીઓ વિરુદ્વ ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. હજુ પણ કેટલાક મેડિકલ માફિયાના નામો ખુલે તેવી શકયતા છે.
અમદાવાદ. રાજકોટ, સુરત અને વડોદરામાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં વેન્ટિલેટરની પણ માગ વધી છે. ત્યારે હૈદરાબાદથી 100 વેન્ટિલેટર વડોદરા લવાયા છે.
કન્ટેઈન્મેન્ટ ઝોનમાં રહેતા દર્દીઓ તથા તેમના પરિવારજનો બજારમાં ફરતા હોવાની માહિતી સામે આવી છે. જેને લઈને શહેરમાં સતત કેસોનો વધારો પણ જોવા મળી રહ્યો છે. તંત્ર પણ આ માહિતીને લઈને હરકતમાં આવી ગયું છે. તથા જાહેરમાં સંક્રમિતો નજરે ચડશે તો તેમની પર પોલીસ કાર્યવાહી કરવાનું પણ તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.