દેશના 47મા ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ સોમવારના રોજ શપથ લીધા. આ દરમ્યાન જસ્ટિસ બોબડેએ પારિવારિક મૂલ્યોનું ઉદાહરણ રજૂ કરતાં શપથ બાદ તરત જ હાજર તેમના માતાના પગે પડી આશીર્વાદ લીધા. લાંબા સમયથી બીમાર તેમના માતા બોલી શકતા નથી પરંતુ તેમના ચહેરાના ભાવ કહેતા હતા કે દિકરાના શપથ ગ્રહણનો અવસર તેમના માટે અગત્યનો છે.
જસ્ટિસ બોબડે પગે લાગતા તેઓ થોડુંક હસયા અને ભાવુક દેખાયા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ નરેન્દ્ર મોદી અને અન્ય ગણમાન્ય હસતીઓ તાળીઓએ તાળીઓનો ગડગડાટ કર્યો. આપને જણાવી દઇએ કે નાગપુરના રહેવાસી શરદ અરવિંદ બોબડેએ પોતાના શહેરમાંથી એલએલબી કર્યું અને પછી 1978મા મહારાષ્ટ્ર બાર કાઉન્સિલના મેમ્બર બન્યા.
અયોધ્યા વિવાદ પર ચુકાદો સંભળાવનાર 5 જજોની સંવૈધાનિક બેન્ચમાં પણ તેઓ સામેલ રહ્યા છે. આ સિવાય બીસીસીઆઈના મેનેજમેન્ટ પર નિર્ણય આપનાર બેન્ચનો પણ તેઓ હિસ્સો હતા. 29મી માર્ચ 2000ના રોજ તેઓ બોમ્બે હાઇકોર્ટના જજ તરીકે પસંદગી પામ્યા હતા. ત્યારબાદ તેઓ 16મી ઑક્ટોબર 2012ના રોજ મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પસંદગી પામ્યા હતા. તેના 6 મહિના બાદ જ તેઓ 12મી એપ્રિલ 2013ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે પસંદગી પામ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.