જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અહીં ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે અને પુલવામાના દ્રબગામ વિસ્તારમાં એક કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર કર્યા છે.માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ પાકિસ્તાની સંગઠન લશ્કર-એ તૈયબા (LeT) સાથે સંકળાયેલા હતા. સુરક્ષા દળોએ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ સ્થાનિક હોવાનું કહેવાય છે અને તેઓ લશ્કર સાથે સંકળાયેલા હતા તેમજ કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ સ્થાનિક હતા અને તેઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.
બીજી તરફ કુલગામના ખાંડીપોરા વિસ્તારમાં 1 આતંકવાદી છુપાયા હોવાનીમાહિતીના આધારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષાદળોથી ઘેરાયેલા જોઈને આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.અને સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી માર્યો ગયો હતો.
પુલવામામાં સુરક્ષા દળો સાથે અથડામણ દરમિયાન માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. માહિતી આપતાં કાશ્મીરના IG વિજય કુમારે જણાવ્યું કે આ ત્રણેય આતંકવાદીઓ સ્થાનિક હતા અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા અને આ આતંકવાદીઓમાંથી એકની ઓળખ જુનૈદ શેરગોજરી તરીકે થઈ છે જે જમ્મુ-કાશ્મીરના વિશેષ પોલીસ અધિકારી રિયાઝ અહેમદ થોકરની હત્યામાં સામેલ હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.