જમ્મુ-કાશ્મીરના કુલગામના હદીગામ વિસ્તારમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળે બેથી ત્રણ આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે કુલગામના હદીગામ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળો સ્થળ પર છે.
મળતી માહિતી અનુસાર, સેનાને એવા ઈનપુટ મળ્યા હતા કે કુલગામના હડીગામ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા છે અને આ જ ઈનપુટના આધારે સેનાની ટુકડી ત્યાં પહોંચી અને આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. આ પછી આતંકીઓ સાથે સેનાનું એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. ઘટનાસ્થળે બેથી ત્રણ આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે.
બીજી તરફ ભારતીય સેનાની સાથે જમ્મુ-કાશ્મીર પોલીસ દળની ટુકડી પણ પહોંચી ગઈ છે અને આ વિસ્તારને ચારે બાજુથી કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આતંકવાદીઓ ક્યા સંગઠનના છે તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ તેમને પકડવાના પ્રયાસો ચાલુ છે.
જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના વધતા જતા મામલા વચ્ચે સેના સતત આતંકવાદીઓનો સામનો કરી રહી છે અને મોટી સંખ્યામાં આતંકીઓના કમાન્ડરો અને આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આંકડાઓ મુજબ, જૂન 2022 સુધી સેના દ્વારા 130 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે અને જ્યારે આ દરમિયાન 20 નાગરિકો અને 19 સુરક્ષા દળોના જવાનો શહીદ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.