સંયુકત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસે જળવાયુ પરિવર્તન (કલાઇમેટ ચેન્જ)ના ખતરા અંગે ભારતને ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું કે જળવાયુ પરિવર્તનના કારણે દરિયાની જળસપાટી અપેક્ષા કરતા વધારે ઝડપથી વધી રહી છે. ભારત, જાપાન, ચીન અને બાંગ્લાદેશને આનાથી સૌથી વધુ ખતરો છે. બેંગકોકમાં આસિયાન સમિટ દરમિયાન ગુટેરેસે કહ્યું કે જળવાયુ પરિવર્તનના કારણે થનાર ફેરફારો સરકારો દ્વારા તેને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલા કરતા પણ વધારે ઝડપી છે.
એક રિપોર્ટનો હવાલો આપતો ગુટેરસે કહ્યું કે જળવાયુ પરિવર્તન આજે દુનિયા માટે સૌથી મોટો ખતરો બની ગયો છે. તેના લીધે મહાસાગરોના વધતા સ્તર ગંભીર ચિંતાનો વિષય છે. જર્નલ નેચર કોમ્યુનિકેશન્સમાં પ્રકાશિત એનજીઓ કલાયમેટ સેન્ટ્રલના તાજા રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે મહાસાગરોના સ્તર ધારણા કરતાં ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. જો તમામ દેશ સમયસર જળવાયુ પરિવર્તનને રોકવા માટે નક્કર પગલાં ભરવામાં મોડુ કરશે તો તેના પરિણામ ખૂબ જ ભયાનક હશે.
તેમણે કહ્યું કે આ જ સ્થિતિ રહેશે તો 2050 સુધીમાં દુનિયાભરમાંથી 30 કરોડ લોકો દરિયામાં વહી જશે. તેમાં સૌથી વધુ ખતરો દક્ષિણ એશિયન દેશો માટે છે જેમાં ભારત સહિત ચીન, જાપાન, અને બાંગ્લાદેશ સૌથી અસુરક્ષિત છે. તો થાઇલેન્ડની 10 ટકા વસતી માટે આ ખતરો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.