અમદાવાદ માં યોજાયેલા સંત સંમેલન માં ઉપસ્થિત ભાજપ ના નેતાઓ ના રિપોર્ટ કોરોના પોઝીટિવ આવતા સભામાં હાજર સંતો અને ભાજપ ના નેતાઓ તેમજ જનતા માં કોરોના સ્પ્રેડ થવાનું મનાઈ રહ્યું છે.
ઉત્તરપ્રદેશમાં દિવ્ય કાશી- ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત નિર્માણ થઈ રહેલા ભવ્ય કાશી વિશ્વનાથ મંદિર અને કાશી પરિસરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવતા આ કાર્ય માટે મોદીજી ને આશીર્વાદ આપવા માટે તા.4 જાન્યુઆરીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ધર્માચાર્ય આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં હતું અને સમારોહમાં રાજ્યના 500થી વધુ સાધુ-સંતો હાજર રહ્યા હતા.
તેમજ આ સંત સંમેલનમાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા તેમજ અમદાવાદ ના દરેક વોર્ડના કાઉન્સિલરોને તેમના વોર્ડમાંથી 50થી વધુ લોકોને લાવવા સૂચના આપવામાં આવી હોવાની વાત વચ્ચે AMTS બસ ભરીને દરેક વોર્ડમાંથી કાર્યકર્તાઓ અને લોકોને સાબરમતી રિવરફ્રન્ટ પર કાર્યક્રમમાં લાવવામાં આવ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસ નું પાલન થયું ન હતું અહીં લોકો માસ્ક વગર ભીડમાં બેઠા હોવાની તસવીરો વાયરલ થઈ હતી.
આ સમારોહ બાદ તમામ સાધુ-સંતો માટે ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા સાધુ-સંતોને ભોજન પીરસવામાં આવ્યું હતું.
આમ અનેક લોકો કોરોના થી સંક્રમિત બન્યા હોવાની શક્યતા ને પગલે ભારે હોહા થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.