નર્મદા ડેમની સપાટી 138.68 મીટરે પહોંચી CM ભૂપેન્દ્ર પટેલે આરતી ઉતારી કર્યા વધામણા

રાજ્યમાં ચાલુ વર્ષે સારા વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સીઝનમાં પ્રથમવાર પ્રથમવાર 138.68 મીટરે પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેવડિયા પહોંચ્યા હતા અને આરતી ઉતર્યા બાદ નર્મદા મૈયાને વધામણાં કર્યા હતા તેમજ નર્મદા નિગમ દ્વારામાં નર્મદાની વિધિવત પૂજા કરવા માટે બ્રાહ્મણોને આમંત્રણ અપાયું હતું,જેમાં CMના આગમનને લઈ સરદાર સરોવર ખાતે તડામાર તૈયારીઓ અગાઉથીજ કરી દેવામાં આવી હતી.

નર્મદા ડેમની જલસર્પતિ 138.68 મીટરની મહત્તમ સપાટીને પાર કરી એટલે જે છલોછલ નર્મદા ડેમને જોવાની ગુજરાતની ઈચ્છા હતી. જે આજે પરિપૂર્ણ થઇ છે અને આ નર્મદા નીરના વધામણાં કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગુરુવારે 8 કલાકે નર્મદા ડેમ પર પહોંચી બ્રાહ્મણોની હાજરીમાં પૂજા કરી શ્રીફળ ચુંદળી પુષ્પ ચઢાવી આરતી ઉતારી માં નર્મદાના નીરના વધામણાં કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.