ઉલ્લેખનિય છે કે કોરોનાના વધતા કેસોના કારણે મુખ્યમંત્રીએ સૂચના આપી છે. જેમાં અન્ય જાહેર કાર્યક્રમોમાં ગાઈડલાઈનનો ભંગ ના થાય તે માટે પણ સૂચના આપી છે. તેમાં CM ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને મહત્વની સૂચના આપી છે. જેમાં મંત્રીઓને ગાઇડલાઇનનું પાલન કરવા ખાસ કાળજી રાખવા સૂચના અપાઇ છે અને તેમજ કોરોના સંક્રમણ વઘતા રાજ્ય સરકારે ગઇકાલે નવી ગાઇડલાઇન જાહેર કરી હતી.
જેમાં ધાર્મિક અને રાજકીય પ્રસંગોમાં 150 લોકોને મંજુરી આપવામાં આવી છે. તથા કોરોનાના વધતા સંક્રમણને લઈને આજ રોજ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને મહત્વની સૂચના આપી છે અને જેમાં તેમણે 150 કરતા વધુ સંખ્યા ધરાવતા કાર્યક્રમમાં હાજરી ન આપવા સૂચના આપી છે. તથા કોઇપણ રાજકીય કે સામાજિક કાર્યક્રમમાં 150 કરતા વધુ લોકોને એકઠા ન કરવા પણ સૂચના આપવામાં આવી છે. તમામ મંત્રીઓને પોતાના મતવિસ્તારમાં ખાસ કાળજીપૂર્વક ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
ગુજરાત રાજ્યની નવી ગાઇડલાઇન 12મી – 22મી જાન્યુઆરી 2022ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં અમલમાં રહેશે અને સરકારની નવી ગાઈડલાઈન અનુસાર, હવેથી લગ્નમાં 150 લોકોને જ મંજૂરી આપવામાં આવશે તેમજ આ સિવાય ધાર્મિક તેમજ અન્ય રાજકીય કાર્યક્રમોમાં પણ માત્ર 150 લોકોને જ મંજૂરી મળશે. રાજ્ય સરકારની આ નવી ગાઈડલાઈન્સ આવતીકાલથી આગામી 22મીં જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.અને આટલું જ નહીં, જ્યાં રાત્રિ કરફ્યૂ અમલમાં છે, ત્યાં રાતે 10 વાગ્યા બાદ લગ્ન કે રિસેપ્શન ચાલુ દેખાશે, તો જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.