સીએમ ભૂપેન્દ્ર પટેલને મળી ધમકી , 11 દિવસમાં મોકલી દેજો 1 કરોડ નહીંતર થશે આ..

ગુજરાતના ( GUJARAT) મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને (BHUPENDRA PATEL) સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ (VIRAL VIDEO) કરીને ધમકી આપવામાં આવી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલના નામે એક કરોડની ખંડણી (RANSOM) મોકલાવી દેવાની સોશિયલ મીડિયા વીડિયો વાયરલ થયો છે.

જેમાં બનાસકાંઠા વાવના રામ કથાકાર બટુક મોરારી બાપુ નામના વ્યક્તિએ વીડિયો વાયરલ કરીને ખુલ્લેઆમ ધમકી આપી છે.વાવના રામકથાકાર બટુક મોરારી બાપુ ૧૧ દિવસની અંદર અને ૭ તારીખ સુધીમાં ૧ કરોડ રૂપિયા મોકલાવી દેવાની ધમકી આપી છે.

જો તેઓ એક કરોડ નહીં મોકલાવો તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દેવાની, તેમજ મુખ્યમંત્રીને અકસ્માતમાં માર્યા જશે તેવી ધમકી અપાય છે.

મળતી માહિતી અનુસાર જો તેઓ એકદમ તોછડી ભાષામાં રાજ્યના સીએમ ને ઉદ્દેશીને ધમકી આપી રહ્યા છે. તેઓએ વીડિયોમાં જણાવ્યું હતું કે , માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હું ભાવના રામકથાકાર બટુક મોરારી બાપુ બોલી રહ્યો છું , વાવ બનાસકાંઠા મહેશ ભગત , બટુક મોરારી બાપુ… તેમને પોતાનો મોબાઈલ પણ આપ્યો છે.

ગમે તે માણસને મોકલીને મને ૧ કરોડ રૂપિયા મોકલાવી દેજો એટલે ગુજરાતની ગાદી પટેલોને રહેશે. નહિ તો ત્રણ મહિનાની અંદર ઉપાડીને ફેંકી દઈશ. બટુક મોરારી બાપુ બોલું છું. મહેશ ભગત..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.