ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રખર રાષ્ટ્રપ્રેમી અને ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્માની યાદમાં તેમના વતન માંડવીમાં નિર્માણ પામેલ શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકની મુલાકાત લઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે રાજ્યપાલ દેવવ્રતે ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્માના જીવનક્વનને દર્શાવતી તસ્વીરો નિહાળી હતી. રાજ્યપાલની સાથે લેડી ગવર્નર દર્શનાદેવી ઉપસ્થિત રહ્યા હતા.
શ્યામજી કૃષ્ણ વર્માના ઇગ્લેન્ડ સ્થિત ઈન્ડીયા હાઉસની પ્રતિકૃતિની મુલાકાત લીધી હતી તેમજ દેશની આઝાદીમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીરોની યાદમાં બનાવવામાં આવેલી ગેલેરીની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રવિવારે કચ્છના ધોળાવીરાની તેમની મુલાકાત બાદ કચ્છની સરહદની રખેવાળી કરતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ-BSFના જવાનો અને અધિકારીઓની મુલાકાત લઈ અને તેમની સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ સીમા પારની ઘૂસણખોરી અટકાવવા તથા દેશની સુરક્ષા માટેની આ જવાનોની દેશ સેવા ભાવના અને કર્તવ્ય પરાયણતાની સરાહના કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.