CM ભુપેન્દ્ર પટેલ આજે 3 જિલ્લાના અલગ અલગ 134 કરોડથી વધુના વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે……

CM ભૂપેન્દ્ર પટેલ આજે 3 જિલ્લાના પ્રવાસે છે. જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ અને ભરૂચના કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. CM ભૂપેન્દ્ર પટેલ આજે વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આજે સવારના 10 વાગ્યે સુરેન્દ્રનગરના પાટડીના કાર્યક્રમમાં CM ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી 134 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે અને રૂ. 3.64 કરોડના ખર્ચે નિર્મિત સુરજમલજી હાઈસ્કૂલનું CM ઉદ્ઘાટન કરશે. 4 સબ સ્ટેશન સહિત રાજ્યના 13 સબ સ્ટેશનનું CM લોકાર્પણ કરશે.

અમદાવાદમાં વિરમગામ પંચાયત ભવનનું CM લોકાર્પણ કરશે. તો સાથે વિરમગામમાં અમદાવાદ જિલ્લાના પદાધિકારીઓ સાથે CM બેઠક પણ કરશે. ભરૂચ જિલ્લાના વાગરા ખાતે વિકાસ કાર્યોનું પણ CM લોકાર્પણ કરશે. રૂ. 881 કરોડના ખર્ચે નવનર્મિત ડીસેલિનેશન પ્લાન્ટનું મુખ્યમંત્રી લોકાર્પણ કરશે અને તો બીજી બાજુ અંકલેશ્વર વિભાગીય કચેરીનું પણ લોકાર્પણ કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.