દિલ્હીમાં સૌથી વધારે ઑક્સીજનની કમી છે ત્યાં આજે કર્ણાટકથી ઑક્સીજનની અછતના કારણે ટપોટપ દર્દીઓના મોત થયા હોવાના દુખદ સમાચાર સામે આવ્યા છે.
કર્ણાટકના ચામરાજનગરમાં ઑક્સીજનની કમીથી 24 દર્દીઓના મોત થયા છે, અહિયાં એક હોસ્પિટલમાં દાખલ 24 દર્દીઓ મોતને ભેટી ગયા છે અને તેના માટે માત્રને માત્ર બેદરકાર તંત્ર જ જવાબદાર છે. ગઇકાલે મધ્ય રાત્રિ બાદથી 24 જ કલાકમાં 24 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
મીડિયા અહેવાલ અનુસાર મોટા ભાગના દર્દીઓ વેન્ટિલેટર પર હતા અને ઑક્સીજન ન મળતા આ દર્દીઓ તડપવા લાગ્યા અને ભયંકર પરિસ્થિતિમાં તેમનું મોત થઈ ગયું, હોસ્પિટલની બહાર દર્દીઓના પરિજનોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું છે.
આખા દેશમાં જાણે ઑક્સીજનનો જ વરસાદ થઈ રહ્યો છે, પરંતુ તેમને દેખાતું નથી કે કેટલાય રાજ્યોથી દરરોજ આ પ્રકારની ખબરો સામે આવી રહી છે. કર્ણાટકમાં રવિવારે 37 હજાર કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે જ્યારે 217 દર્દીઓના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.