CM વિજય રૂપાણીએ ગુજરાત સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે ત્યારે ભારતને 5(પાંચ) ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવાનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોને સાકાર કરવા માટે મહિલાઓ પણ તેમાં સહયોગી બને તેવું આહવાન કર્યું છે.
નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત ખાતે યોજાયેલા વી સ્ટાર્ટ અપ સમિટ નો પ્રારંભ કરાવતા CMએ કહ્યું કે, વિદેશની સંસ્કૃતિમાં નારી શક્તિની ઉપાસના અને માન-સન્માન માત્ર એક દિવસ એટલેકે વિશ્વ મહિલા દિવસ પૂરતા ઊજવાય છે.
એટલે જ ભારતીય શાસ્ત્રોમાં કહેવાયું છે કે, જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે. લક્ષ્મીનો વાસ છે.
વિજય રૂપાણીએ જણાવ્યું કે આપણી સંસ્કૃતિ માં રાધા-કૃષ્ણ, ઉમા-શંકર, સીતા-રામ વગેરે ભગવાનનાં નામમાં પણ મહિલા શક્તિનું નામ પ્રથમ આવે છે એ ભારતીય સંસ્કૃતિના નારીશક્તિના સન્માનના દ્યોતક છે. CMએ કહ્યું કે, ગુજરાતમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની યુનિવર્સિટીઓમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ઇન્ક્યુબેટર સેન્ટ્રરો ઉભા કર્યા છે.
વિજય રૂપાણીએ કહ્યુ કે રાજ્ય સરકારે મહિલાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આપેલા આરક્ષણના પરિણામે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં અનેક મહિલાઓ વિજેતા બની છે. આ મહિલાઓ નયા ભારતના નિર્માણમાં સક્રિય સહયોગ આપવાની છે તે જ રીતે સમાજના તમામ ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવી નેતૃત્વ લે તે સમયની તાતી જરૂરિયાત છે.
તેમણે ક્હયું કે, મહિલાઓને સહાય મળે, સ્ટાર્ટઅપ માટેનું વાતાવરણ ઉભું થાય તે માટે તમામ જરુરી સહકાર રાજ્ય સરકાર આપશે.જરુર છે ફક્ત વિચાર કરવાની અને વિચારને મૂર્તિમંત કરવા તેની પાછળ લાગી જવાની એમ તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું હતું.
CM એ ‘દુનિયા ઝૂકતી હૈ ઝૂકાનેવાલા ચાહિએ’ ઉક્તિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સ્ટાર્ટઅપ અને ઈનોવેશનથી આજનો યુવાન જોબસીકર નહીં, પણ જોબગીવર બને છે. કોઈ પણ વસ્તુની બ્રાન્ડ બનાવી તેને બજારમાં સ્થાપિત કરે તો આગળનો રસ્તો આપોઆપ બની જશે તેવા અનેક વિધ ઉદાહરણો તેમણે આપ્યા હતા. ગુજરાતની બહેનો માત્ર ગરબા રમે તેમ નહીં પરંતુ સમાજના તમામ ક્ષેત્રમાં આગળ આવી નયા ભારતના નિર્માણમાં પણ આગેવાની લે તેવું આહવાન તેમણે મહિલા શક્તિને કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.