વિજયભાઈ રૂપાણીએ ઈ-લોકાર્પણ કરતા કહ્યું કે,દેશના અર્થતંત્રને ફાઈવ ટ્રીલિયન ડોલર ઇકોનોમિ બનાવવા માટે નાના માણસોના હાથ સુધી ધિરાણ મૂડી પહોંચે તે આવશ્યક છે

જન સ્મોલ ફાઇનાન્સ બેંકની ગુજરાત સ્થિત 15 શાખાઓનું ઇ-લોકાર્પણ ગાંધીનગરથી કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરી ભારતને ફાઈવ ટ્રિલિયન ડોલર ઇકોનોમિ બનાવવાનો જે લક્ષ્ય લઈને ચાલી રહ્યા છે તેમાં આવા નાના માણસો સ્વરોજગાર કરનારાઓ બેન્કોમાંથી લોન સહાય મેળવી પોતાનું યોગદાન આપી શકશે.

દેશના અર્થતંત્રને ફાઇવ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવા માટે નાના માણસોના હાથ સુધી ધિરાણ-મુડી પહોચે આવશ્યક છે.

સંદર્ભમાં વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં મહિલા જૂથોને ધિરાણ સહાય આપવામાં બેંકના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.