CMએ રાજ્યની નગરપાલિકાઓને આહવાન કર્યું કે, મ્યુનિસિપાલિટીઝ પોતાની સંપત્તિ ઉપર સૌર ઉર્જા ઉત્પાદન કરે અને પોતાના વપરાશ બાદ વધેલી વીજળી વેચીને આવકના સ્ત્રોત ઊભા કરે. CMએ જણાવ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં નગરોમાં વિકાસ કામો, પાણી જેવી પાયાની સુવિધાના કામો, ડ્રેનેજના કામો માટે કોઈ આયોજન ન હતું.
તેમણે સ્પષ્ટ કહ્યું કે રાજ્યના CM તરીકે હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જવાબદારી સંભાળી ત્યારથી બે દાયકાથી નગરો મહાનગરોના ડ્રેનેજ, ફિલ્ટર વોટર, ઘર-ઘર જલ જેવા પ્રાથમિક જરૂરિયાતના કામોને પ્રાયોરીટી આપીને આગળ ધપાવ્યા છે. હવે નગરોમાં સૌરઊર્જા ઉત્પાદનથી ગ્રીન એનર્જીને વેગ આપવા સાથે વીજ બિલ ખર્ચ ઘટાડવા અને નગરપાલિકાઓ સેલ્ફ સફિશિયન્ટ બને તેની પણ વિશેષ કાળજી કરીએ છીએ, તેમ તેમણે ઉમેર્યું હતું. CMએ એક જ દિવસમાં 136 કરોડથી વધુના કામોના ઇ-લોકાર્પણ કરતા ફાટકમુક્ત ગુજરાતની નેમ પાર પડી રહી છે તેમ પણ ઉમેર્યું હતું.
CMએ 16 નગરપાલિકાઓમાં 22 જેટલા એસ.ટી.પી. ડબલ્યુ.ટી.પી. માટે સોલાર એનર્જી પાવર પ્લાન્ટના ખાતમુહૂર્ત કર્યા તેનાથી વાર્ષિક રૂ. 4 કરોડથી વધુની વીજળી બચત થશે. CMએ નગરોમાં સૌર આધારિત વીજળી ઉત્પાદનથી આવકના સ્ત્રોત નગરપાલિકાઓ ઊભા કરીને ગુજરાત દેશને નવો વિકાસ રાહ બતાવશે અને પ્રાથમિક સુવિધા સાથે આધુનિકતાના સમન્વયથી ગુજરાતના શહેરો સ્માર્ટ સિટીઝ બનશે તેવી અપેક્ષા દર્શાવી હતી.
આ વેળાએ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ કે. સી. પટેલ, દેવસિંહ ચૌહાણ, મિતેશ પટેલ, પ્રભુ વસાવા તથા ધારાસભ્યો ભવાન પટેલ, સી.કે. રાઉલજી, રાજેન્દ્રસિંહ વગેરે કાર્યક્રમ સ્થળેથી સહભાગી થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.