CM કેજરીવાલ કરી શકે છે જાહેરાત,LG સાથે બેઠક કરી રહ્યા છે કેજરીવાલ

મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં સ્થિતિ ચિંતાજનક છે. ત્યારે સમગ્ર પરિસ્થિતિ મુદ્દે મંથન કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ સાથે ખાસ બેઠક યોજી છે.

કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે અને કોરોનાની ચેઇન તોડવા માટે રાજ્યમાં વિકેન્ડ કર્ફ્યૂની જાહેરાત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કરી શકે છે. જણાવી દઇએ કે, કેજરીવાલ આજે 1 વાગે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવાના છે. જેમાં રાજ્યની કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન અભિયાન અંગે માહિતી આપવાના છે

દિલ્હીમાં કોરોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. રાજ્યમાં પહેલીવાર એક દિવસમાં 17 હજારથી વધારે કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં સંક્રમણનો દર લગભગ 16 ટકા થઈ ગયો છે. આ સંક્રમણનો દર 15. 92 ટકા થઈ ગયો છે. આ સંક્રમણનો દર અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.  ત્યારે રાજધાનીમાં દર્દીઓના મોતની સંખ્યા 30 નવેમ્બર બાદ સૌથી વધારે છે. આ 30 નવેમ્બરે 108 મોત થયા હતા. આ સાથે રાજધાનીમાં મોતનો આંકડો 11540 થઈ ગયો છે

દેશમાં મહામારીથી મૃત્યુ પામનારા દર્દીની કુલ સંખ્યા 1,73,152 થઈ છે. ઉપચારાધીન લોકોની સંખ્યા સતત વધી છે અને તેનો આંક 1365704 થયો છે. સંક્રમણના કુલ કેસનો રેટ 9.24 ટકા રહ્યો છે. અત્યાર સુધી કોરોનાના કુલ 12426146 દર્દીઓ સાજા થયા છે. કોરોનાનો મૃત્યુ દર 1.24 ટકાનો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1465877ની છે.

અગાઉ, મંગળવારે 60,212 લોકો, સોમવારે 51,751 અને રવિવારે 63,294 જેટલા દર્દીઓને કોરોના સંક્રમણ થયું હતું, રાજ્યમાં અત્યાર સુધીમાં 35,78,160 લોકોને કોરોના સંક્રમણ થયું છે. કોરોના વધતા જતા કેસો વચ્ચે આજે રાતના 15 વાગ્યાથી આઠ દિવસ માટે મહારાષ્ટ્રમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. લોકડાઉન જેવા આ નિયંત્રણો 1 મેના રોજ સવારે સાત વાગ્યા સુધી ચાલુ રહેશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કર્ફ્યુ લાદવાની ઘોષણા કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.