દિલ્હી હિંસામાં શહીદ થયેલા રતન લાલના પરિવારને કેજરીવાલ સરકારે 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સિવાય તેમના પરિવારના એક સભ્યને નોકરી પણ આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં આની જાહેરાત કરી હતી. ગોકુલપુરીમાં CAA વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન હેડ કોન્સ્ટેબલ રતન લાલનું મોત થયું હતું. હેડ કોન્સ્ટેબલ રતન લાલ સહાયક પોલીસ આયુક્તના કાર્યાલય સાથે સંકળાયેલા હતા. તેઓ મૂળ રાજસ્થાનના વતની હતા. પરિવારની સાથે બુરાડીના અમૃત વિહારમાં રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની પૂનમ, બે દીકરી અને એક 9 વર્ષનો દીકરો છે. ત્રણેય બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
દિલ્હી હિંસામાં શહીદ થયેલા રતનલાલના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રતનલાલના તેમના પૈતૃક ગામ તિહાવલી સ્થિત સ્મશાન ભૂમિ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના 7 વર્ષીય દીકરાએ તેમને મુખાગ્નિ આપી હતી. તેમની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને શહીદ રતનલાલ અમર રહે, વંદે માતરમના નારા લાગ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે દિલ્હીમાં થયેલી હિંસામાં મોતને ભેટેલા દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રતન લાલની પત્નીને મંગળવારે પત્ર લખીને શોક સંદેશ મોકલ્યો હતો. તેમાં તેમણે કહ્યું કે, આખો દેશ આ દુઃખના સમયમાં બહાદુર પોલીસકર્મીના પરિવારના સાથે છે. રતન લાલની પત્ની પૂનમ દેવીને લખેલા પત્રમાં અમિત શાહે કહ્યું કે, તેમણે કર્તવ્ય નિભાવતા સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.