CM કેજરીવાલે વિધાનસભામાં કૃષિ કાનુનની કોપી ફાડી, કહ્યું- કેટલાની શહાદત લેશો?

રાજધાની દિલ્હીના સિમાડે આજે 22માં દિવસે ખેડુતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ વચ્ચે ખેડુત આંદોલન દરમિયાન થયેલા ખેડુતોના મોત પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર નિશાન સાધ્યું છે અને તેમને કૃષિ કાનુનની કોપી દિલ્હી વિધાનસભામાં ફાડી. આ પહેલા આમ આદમી પાર્ટીના ઘણાં ધારાસભ્યોએ પણ આ કાયદાની કોપી ફાડી.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ત્રણ નવા કૃષિ કાનુનની કોપી ફાડતા કહ્યું કે, તેઓ ખેડુતોની સાથે વિશ્વાસઘાત નહી કરી શકે. દિલ્હી વિધાનસભામાં આજે ત્રણ કાળા કાયદાને ફગાવવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે આ કાનુન પરત લે, આપણાં ખેડુતો ઠંડીમાં સુઈ રહ્યાં છે.

તેમણે કેન્દ્રને પુછ્યું કે, તમે વધુ કેટલાની શહાદત લેશો? દરેક ખેડુત ભગત સિંહ બની ગયો છે. દિલ્હી વિધાનસભામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 20થી વધારે ખેડુતો આ આંદોલનમાં શહીદ થઈ ચુક્યાં છે. દરરોજ એક ખેડુત શહીદ થઈ રહ્યો છે. હું કેન્દ્ર સરકારને પુછવા માંગુ કે વધું કેટલાની શહાદત અને કેટલાનો જીવ તમે લેશો?

કેજરીવાલે કહ્યું કે, 1907માં પણ આવું જ આંદોલન થયું હતું, પગડી સંભાલ જટ્ટા.. 9 મહિના સુધી આ આંદોલન અંગ્રેજોની વિરુદ્ધ ચાલ્યું હતું. તે આંદોલનની લીડરશીપ ભગતસિંહના પિતા અને કાકાએ કરી હતી. તે સમયે પણ અંગ્રેજ સરકારે કહ્યું હતું તેમાં થોડાં ફેરફાર કરી દઈશું પરંતુ ખેડુતો મક્કમ રહ્યાં. ભગત સિંહે પણ શું આ માટે બલિદાન આપ્યું હતું કે આઝાદ ભારતમાં ખેડુતોને આ પ્રકારનું આંદોલન કરવું પડે.

તેમણે કહ્યું, કેન્દ્રનું કહેવું છે કે ખેડુતોને કાનુન સમજમાં આવી રહ્યો નથી. આજે યોગી  આદિત્યનાથ ઉત્તરપ્રદેશમાં મોટી રેલી કરી રહ્યાં છે. હું સાંભળી રહ્યો હતો તેઓ કહી રહ્યાં છે તમારી જમીન નહી જશે, મંડી બંધ નહી થાય આ ફાયદો છે શું? કોઈને પુછો તે એક લાઈન ગોખી રાખી છે ખેડુતો પોતાનો પાક ક્યાંક પણ વેચી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.