હિન્દુ સમાજ પાટીઁ ના અઘ્યક્ષ કમલેશ તિવારીના પત્નીએ કહ્યું CM નહીં આવે ત્યાં સુધી નહીં થાય અંતિમ સંસ્કાર

લખનઉમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યા બાદ વિવાદ વધી રહ્યો છે. કમલેશ તિવારીના પરિવારે પરિવારના બે સભ્યો માટે નોકરીની માંગણી કરી છે. સાથે એમ પણ કહ્યું કે જ્યાં સુધી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે આવશે નહીં ત્યાં સુધી તેઓ અંતિમ સંસ્કાર નહીં કરે. કમલેશ તિવારીની પત્નીએ કહ્યું છે કે જો અમારી માંગણી નહીં સંતોષાય તો હું પણ આત્મહત્યા કરીશ.

  • CM નહીં આવે ત્યાં સુધી નહીં થાય અંતિમ સંસ્કારઃ પત્ની
  • પરિવારના 2 સભ્યો માટે નોકરીની માંગણી કરી
  • હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યા બાદ વિવાદ વધ્યો


કમલેશ તિવારીની હત્યાને લઈને સ્થાનિકોમાં છે રોષ

કમલેશ તિવારીની હત્યા અંગે પરિવારના સભ્યો અને સ્થાનિકોમાં ભારે નારાજગી છે. પોલીસ પોસ્ટમોર્ટમ બાદ શુક્રવારે મોડી રાત્રે કમલેશ તિવારીનો મૃતદેહ લઈને તેમના કાર્યાલય પર પહોંચી હતી. પરંતુ ત્યાં લોકોનો રોષ અને વિરોધ જોઈને પોલીસ મૃતદેહ સાથે તેમના પરત ફરી ગઈ. બાદમાં પોલીસે કમલેશ તિવારીનો મૃતદેહ લીધો હતો અને તેમના વતન સીતાપુરના મહમુદાબાદ જવા રવાના થયા હતા.

કમલેશ તિવારીની ગોળી મારીને ગળું દબાવીને ઓફિસમાં કરાઈ હત્યા

લખનઉમાં શુક્રવારે કમલેશ તિવારીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. કમલેશ તિવારી ખુર્શીદબાગમાં તેમની ઓફિસમાં હતા કે મીઠાઇના ડબ્બા લઇને 2 લોકો તેમને મળવા આવ્યા હતા. કમલેશ તિવારી જાણ ન હતી કે તેની હત્યા થઈ શકે છે. કમલેશ તિવારીને પહેલા પિસ્તોલથી ગોળી મારી હતી, ત્યાર બાદમાં ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.