CM વિજય રૂપાણીએ આજે, ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને DDOનો સંબોધતા, કહ્યું હતુ કે…..

CM વિજય રૂપાણીએ આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને DDOનો સંબોધતા કહ્યું હતુ કે, ભારતમાં કોરોનાની બીજી લહેરમાં ગામડાઓ પણ પ્રભાવિત થયા છે ત્યારે તમામ લોકો ગભરાયા વિના સાવચેતી સાથે માસ્ક તથા સામાજિક અંતર જાળવે તે સુનિશ્ચિત કરવું પડશે.

તેમણે ભારપૂર્વક કહ્યું હતુ કે, ગામોમાં આગામી તા. 11 થી 14 એપ્રિલ દરમિયાન વ્યાપક પ્રમાણમાં વેક્સીનેશન થાય તેવા કાર્યક્રમો કરવા પડશે. જિલ્લાના CHC અને PHC વાળા ગામોમાં સમાજની વાડીઓમાં 15-15 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવો જેથી માઈલ્ડ-એસિમ્ટોમેટિકને ગામમાં જ સારવાર આપી શકાય. જેથી શહેરોની હોસ્પિટલમાં ભારણ ઘટે.

CMએ અનુરોધ કર્યો હતો કે, ગામના લોકો સ્વયંભૂ બિન જરૂરી અવર-જવર પર પ્રતિબંધ મૂકે જરૂર જણાય તો આવા લોકોનું રજિસ્ટર પણ બનાવે. આ ઉપરાંત ગામોમાં કોરોના ટેસ્ટિંગ માટે લોક ભાગીદારી પણ કરી શકાય. દરેક ગામ કોરોના મુક્ત ગામ બને તે દિશામાં આપણે નક્કર કામ કરવું પડશે તેમ જણાવતા CMએ કહ્યું હતુ કે, ગામમાં મહત્તમ ટેસ્ટિંગ અને વેક્સીનેશનનો ગામ લોકો સંકલ્પ કરે તે જરૂરી. આ ઉપરાંત મોટા શહેરોની આસપાસના ગામોમાં ટેસ્ટિંગ ઉપર વધુ ભાર મૂકવો પડશે જેથી કોરોના સંક્રમણ આગળ વધતુ અટકાવી શકાય

CMએ કહ્યું હતુ કે, સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કામાં જળ સંચયના કામોમાં કોઈ જિલ્લા પાછળ ન રહે તે દિશામાં કામ કરવું પડશે. ગામમાં તળાવો ઊંડા કરવાની યાદી તૈયાર કરવી જોઈએ. આ તળાવોની માટી ખેતરોમાં પણ નાખીને જમીનનું લેવલિંગ કરી શકાય. આગામી તા. 30 મે પહેલાં જળસંચયના કામો પૂરા કરવા પડશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.