ગાંધીનગર જિલ્લાના આરસોડિયા ગામમાં, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવિડ કેર સેન્ટરની, લીધી હતી મુલાકાત

ગાંધીનગર જિલ્લાના આરસોડિયા ગામમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ રૂપાણીએ જણાવ્યું કે,ગુજરાતમાં શહેરોમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. ગામડાઓમાં સંક્રમણ અટક્યુ છે ત્યારે ગામડાઓમાં જ કોરોનાને અટકાવી દેવાનો છે.

આજે ફરી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવુ નિવેદન કર્યું કે,ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન મુદ્દે કોઇ વિચાર કરાયો નથી.

ગુજરાતમાં કેસો ઘટી રહ્યાં છે તેવો ઉલ્લેખ કરતાં રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે,ગુજરાતમાં લોકડાઉનનો કોઇ વિચાર નથી. કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ કરી લેવામાં આવી છે. આગામી એકાદ બે દિવસામાં તબીબો સાથે બેઠક પણ યોજવા આયોજન કરાયુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.