જૂનાગઢ જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે,કલેક્ટર કચેરી ખાતે સી.એમ. વિજય રૂપાણીની અધ્યક્ષતામાં, ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી

જૂનાગઢ જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે કલેક્ટર કચેરી ખાતે સી.એમ. વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી.

ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મૂકીને દિશા દર્શન આપતા તેમણે જણાવ્યું હતું કે, સંક્રમણ વધ્યું છે, ત્યારે આવા સંજોગોમાં જૂનાગઢ જિલ્લાને હેમખેમ પાર પાડવો છે. કોરોનાનું સંક્રમણ ઘટાડવા ‘મારૂ ગામ કોરોના મુક્ત’ અભિયાનની ઝુંબેશને વધું વેગવાન બનાવવામાં આવશે.

સૈાના સહકારથી ગુજરાતને કોરોનામુકત કરવું છે. રાજ્ય સરકારે ઓક્સિજન, રેમડેસિવિર ઈન્જેક્શન અને બેડની સંખ્યા યુદ્ધના ધોરણે વધારી છે. હવે ગુજરાતમાં કેસો સ્ટેબલ થઈ રહ્યા છે. પરંતુ આપણે અતી વિશ્વાસમાં રહેવું નથી ગુજરાતમાં ઓક્સિજનના નવા પ્લાન્ટ બની રહ્યા છે. હવામાંથી સીધો જ ઓક્સિજન બને તેવા પ્લાન્ટ થકી ગુજરાતમાં ઓક્સિજન સપ્લાઈ વધારવો છે

તેમણે વધુમાં ઓક્સિજન વગર કોઇને હેરાન ન થવું પડે, રેમડેસિવિર ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં મળી રહે, ગ્રામ્ય વિસ્તારોમાં વધુમાં વધુ ધન્વંતરી રથનો ઉપયોગ કરે તેની ઉપર ભાર આપ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.