JEE મેઈન્સ પરીક્ષામાં હિન્દી, અંગ્રેજી ઉપરાંત માત્ર ગુજરાતી ભાષાનો સમાવેશ કરવા સામે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વાંધો ઉઠાવ્યો હતો. અને આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મેદાને કૂદી પડ્યા છે. વિજય રૂપાણીએ મમતા બેનર્જી પર પ્રહાર કરતાં કહ્યું કે, મમતા બેનર્જી રાજકારણ રમવાનું છોડી દે. અને લોકોની જરૂરિયાત પર ધ્યાન આપે.
2020થી JEE મેઈન્સની એક્ઝામ અંગ્રેજી અને ગુજરાતીમાં લેવામાં આવી શકે છે. જે અંગે મમતાએ કહ્યું હતું કે તેમને ગુજરાતી ભાષા પસંદ છે પણ અન્ય ભાષાને શા માટે અવગણવામાં આવે છે. તેમની સાથે અન્યાય કેમ? જો ગુજરાતી ભાષાનો સમાવેશ કરાતો હોય તો અન્ય ભાષાને પણ સ્થાન મળવું જોઈએ.
તો આ મામલે વિજય રૂપાણીએ કહ્યું કે, પં.બંગાળના મુખ્યમંત્રી રાજકારણ રમવાનું છોડી દે. રાજકારણ રમવાનું છોડી લોકોની જૂરૂરિયાત પર ધ્યાન આપે. બંગાળીમાં JEEની પરીક્ષા લેવાય તેની સમયસર ચિંતા કરી હોય તો. સમયસર ચિંતા કરી હોય તો આજે આ વારો ન આવતો. ગુજરાતી ભાષમાં પરીક્ષા લેવાય તેની ચિંતા ગુજરાતે કરી હતી. ગુજરાતે ચિંતા કરીને દરખાસ્ત કરી હતી. હજુ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.