CM વિજય રૂપાણીના સ્વાસ્થ્યને લઈ મોટા સમાચાર, 8 દિવસ સુધી કોઈને નહીં મળી શકે

ગાંધીનગરમાં મંગળવારે સ્વર્ણિમ સ્કૂલમાં મળેલી મીટિંગમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના બાદ સીએમ સહિતના નેતાઓની ચિંતા વધી ગઈ હતી. પરંતુ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ હોવાની માહિતી મળી રહી છે. મંગળવારની ઘટના બાદ આજે CM રૂપાણીના સ્વાસ્થ્યનું પરિક્ષણ કરાયું હતું. જેમાં તેમનો રિપોર્ટ સંપૂર્ણ સ્વસ્થ છે. તેમ છતાં 8 દિવસ સુધી CM વિજય રૂપાણી કોઈને મળી શકશે નહીં. CM તમામ કામગીરી ટેક્નોલોજી આધારિત કરશે. મુખ્યમંત્રીના સચિવે સ્વસ્થ હોવાની માહિતી આપી હતી. આજે ડૉ.આર.કે.પટેલ અને ડૉ.અતુલ પટેલે વિજય રૂપાણીનું પરિક્ષણ કર્યું હતું.

અત્રે નોંધનીય છે કે, ઇમરાન ખેડાવાલાના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા મુખ્યમંત્રી સહિત ઇમરાનને મળેલા અન્ય મંત્રીઓ, અધિકારીઓ ઉપરાંતના મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઇમરાન સાથેની બેઠક પછી જે જે લોકોને મળ્યા એમની પણ યાદી તૈયાર કરવામાં આવી રહી છે. તેમના પણ ચેકઅપ થાય તેમ છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ બપોર બાદ જે લોકોને મળ્યા તેમના પણ રિપોર્ટ કાઢવામાં આવે તેમ છે.

ઇમરાન ખેડાવાલા સાથે રહેલા અન્ય ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ બંને ધારાસભ્યોને હોમ ક્વોરન્ટીન કરાયા છે. ઇમરાન ખેડાવાલાના પરિવારના સભ્યોનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે. તમામ હોમ ક્વોરન્ટીન કરાયા છે. ઈમરાનના ડ્રાઈવરનો અને ભત્રીજાના પણ સેમ્પલ લેવાયા છે અને હોમ ક્વોરન્ટીન કરાયા છે. દરમિયાન ધારાસભ્યો સચિવાલય જતાં ત્યાંના સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજે ગઈકાલ રાતથી આજ સવાર સુધી વધુ 56 કેસ નવા નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 42 નોંધાયા છે. જ્યારે 2 લોકો કોરોના સામેની જંગ હારી ગયા છે. આજે ખેડા અને બોટાદમાં એક એક કેસ નોંધાયા છે. જેને લઈને અત્યારસુધીનો કુલ આંક 695એ પહોંચ્યો છે. 30 લોકોના મોત થયા છે. અમદાવાદના કોટ વિસ્તારમાં જ સૌથી વધુ કેસો નોંધાયા હોવાની માહિતી મળી છે. જેને લઈને અમદાવાદમાં અત્યાર સુધી કુલ 404 કેસ નોંધાયા છે. વડાપ્રધાનએ 3જી મે સુધી લોકડાઉનને લંબાવ્યુ છે. જ્યારે એકલા અમદાવાદમાં જ 415 કેસ નોંધાયા છે. અમદાવાદના કોટ વિસ્તારમાં આજથી ક્ફર્યુ લાદી દેવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.