આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શપથગ્રહણ અગાઉ થોડા કલાકો પહેલા જ રાજધાની લખનૌમાં એક બદમાશનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું.
આ આરોપી એક રાહુલ સિંહ નામક શખ્સ હતો જેના પર જ્વેલર્સ લૂટ કાંડનો આરોપ હતો અને તેના પર એક લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
યોગી આદિત્યનાથ આજે શુક્રવારે સતત બીજી વખત ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. આ સાથે જ તેઓ રાજ્યના પ્રથમ એવાં મુખ્યમંત્રી બનશે કે જેઓ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરીને ફરીથી રાજ્યની સત્તા સંભાળશે.અને ગુરુવારે, ભાજપના ધારાસભ્ય દળે સર્વસંમતિથી યોગીને તેના નેતા તરીકે ચૂંટાયા. ત્યાર બાદ યોગીએ રાજ્યપાલ આનંદીબેન પટેલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તેઓએ યોગીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. યોગી આદિત્યનાથ શુક્રવારે સાંજે 4 કલાકે અટલ બિહારી વાજપેયી ઇકાના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એક ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
ભાજપ વિધાનમંડળ પક્ષના નેતાની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષક ગૃહમંત્રી અમિત શાહ, સહ-નિરીક્ષક રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રઘુવર દાસ, ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં અને સંગઠન પ્રભારી રાધા મોહન સિંહની હાજરીમાં લોકભવનમાં એનડીએ વિધાનમંડળ પક્ષની બેઠક યોજાઈ હતી. ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય સુરેશ ખન્નાએ યોગી આદિત્યનાથના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. સૂર્ય પ્રતાપ શાહી, બેબીરાની મૌર્ય, નંદગોપાલ ગુપ્તા નંદી, રામ નરેશ અગ્નિહોત્રી અને સુશીલ શાક્યએ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. ત્યાર બાદ યોગીને સર્વસંમતિથી નેતા પસંદ કરવામાં આવ્યા હતાં.અને અપના દળ (એસ) નાં આશિષ પટેલ અને નિષાદ પાર્ટીના પ્રમુખ સંજય નિષાદે પણ ટેકો જાહેર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.