પાર્ટી નેતૃત્વના આ મુદ્દા પર ગહન મંથન બાદ નિર્ણય અને મંત્રિમંડળ વિસ્તારના માધ્યમથી વિવાદને ખતમ કરવાનો વિકલ્પ પણ અપનાવવાનો સંકેત આપ્યો છે.
ઉત્તરાખંડમાં ગત દિવસોથી ચાલી રહેલા રાજકીય ધમાસાણના કારણે ઉત્પન્ન સસ્પેન્સનો ભાજપા કેન્દ્રીય નેતૃત્વએ હાલ અંત લાવી દીધો છે
સંસદ ભવનમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રીની સાથે સંગઠન મહાસચિવ બીએલ સંતોષની પર્યવેક્ષક ડો. રમન સિંહ અને પ્રભારી દુષ્યંત ગૌતમના રિપોર્ટ પર મૈરેથોન બેઠક થઈ. આ દરમિયાન સંસદ ભવનમાં પીએમ મોદી પણ હાજર રહ્યા. આ દરમિયાન સીએમ કોઈ કાર્યક્રમ નક્કી કર્યા વગર રાજ્યસભા સાંસદ અનિલ બલૂનીને મળવા પહોંચ્યા હતા. બલૂનીની સાથે એક કલાકની બેઠક બાદ સીએમની નડ્ડાની સાથે 2 કલાક બેઠક થઈ.
આશા હતી કે સીએમ પોતે મીડિયાની સામે આવશે. થોડી વાર બાદ સીએમે પોતાનો પક્ષ રાખવા માટે નજીકના ધારાસભ્ય મુન્ના સિંહ ચૌહાનને મોકલ્યા. ચૌહાને સીએમ પ્રત્યે અસંતોષ સંબંધી સમાચારોને ફગાવી દીધા. તેમણે કહ્યું કે સીએમની વિરુદ્ધ કોઈ અસંતોષ નથી અને મંગળવારે ધારાસભ્ય દળની બેઠક પણ નથી બોલાવવામાં આવી.
રાજ્યમાં આવનાા વર્ષમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેવામાં નવા ચહેરા ઉતારવાનું રિસ્ક લઈ શકાય છે કે કેમ? શું આ પૂરા વિવાદને મંત્રિમંડળ વિસ્તારના માધ્યમથી અસંતુષ્ટોને ખુશ કરી ખતમ કરી શકાય છે? ત્યારે સવાલ છે કે જાતિગત સમીકરણનો પણ છે. રાજ્યામાં જાતિગત અસરને જોતાને જોતા તે રાજપૂતો અને બ્રાહ્મણ સમુદાયોમાં સંતુલન બનાવવું જરુરી છે.
આ પ્રમાણે નેતૃત્વ જો બ્રાહ્મણના હાથમાં સરકારની કમામ આપે છે તો તેને વર્તમાન બ્રાહ્મણ પ્રદેશ અધ્યક્ષને બદલવી પડશે. એ બાદ રાજપૂતોમાં સીએમ પદના અનેક દાવેદાર છે. આમાંથી એક કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. જ્યારે બીજાના કદ ત્રિવેન્દ્રથી મોટું નથી. આ જ કારણ છે કે હવે આ મામલામાં કેન્દ્રીય નેતૃત્વના વિસ્તારથી મંથન કરવાનો નિર્ણય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.