મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત આજે સવારે યોગ પ્રાણાયમ કરીને દિવસનો પ્રારંભ કર્યો હતો. આ વર્ષે કોરોના સંક્રમણને કારણે આયુષ મંત્રાલયે યોગ એટ હોમ, યોગ વિથ ફેમીલી થીમ સાથે દેશભરમાં આ યોગ દિવસ ઉજવવાનું આયોજન કરેલું હતું.
તદનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનના પ્રાંગણમાં શ્રીમતી અંજલિ બહેન રૂપાણી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલજી સાથે સવારે યૌગિક ક્રિયાઓ અને આસનો કર્યા હતા.
મુખ્યમંત્રીએ ‘યોગ કરીશું કોરોનાને હરાવીશું’ મંત્ર સાથે રાજ્યના સૌ નાગરિકોને કોરોના સામે યોગાસન વ્યાયામના આયામથી રોગ પ્રતિકારક શકિત વધારવા કરેલા આહ્વાનને પગલે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અવસરે રાજ્યભરમાં યોગ એટ હોમ યોગ વિથ ફેમીલી થીમ પર અનેક પરિવારોએ સ્વયંભૂ યોગ પ્રાણાયામ પોતાને ઘરે કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.