મારુતિ સુઝુકીએ તેની લોકપ્રિય હેચબેક કાર મારુતિ સ્વિફ્ટનું સીએનજી વર્ઝન લોન્ચ કર્યું છે અને જેને કંપનીએ મારુતિ સ્વિફ્ટ સીએનજી નામ આપ્યું છે અને કંપનીએ આ કારના હાલના ચાર વેરિઅન્ટમાંથી બેમાં CNGનો વિકલ્પ આપ્યો છે. મારુતિ સ્વિફ્ટના જે બે વેરિઅન્ટમાં કંપનીએ CNGનો વિકલ્પ આપ્યો છે તેમાં પહેલું વેરિઅન્ટ Swift VXI S CNG) અને બીજું વેરિઅન્ટ Swift ZXI S CNG) છે જેમાં પોતાની કંપની સિવાય મારુતિ સ્વિફ્ટ જુલાઈ મહિનામાં દેશમાં સૌથી વધુ વેચાતી ત્રીજી કાર છે.
આ મારુતિ સ્વિફ્ટના બંને વેરિઅન્ટ, ફેક્ટરી ફીટેડ CNG કિટ સાથે બજારમાં લોન્ચ કરવામાં આવ્યા છે, કંપની દ્વારા તેના પ્રથમ વેરિઅન્ટ મારુતિ સ્વિફ્ટ VXI CNGની પ્રારંભિક કિંમત રૂ. 7,77,000 (એક્સ- શોરૂમ, દિલ્હી) અને બીજા વેરિઅન્ટ મારુતિ સ્વિફ્ટ ZXI CNGની પ્રારંભિક કિંમત રૂ 8,45,000 (એક્સ-શોરૂમ, દિલ્હી) છે.એન્જિન અને પાવર વિશે વાત કરીએ તો, મારુતિ સ્વિફ્ટ CNGમાં 1.2 લિટર ડ્યુઅલ જેટ કે-સિરીઝ VVT એન્જિન છે અને આ એન્જિન 77.49 PSનો પાવર અને 98.5 Nmનો ટોર્ક જનરેટ કરે છે.
આ એન્જિન સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ AMT ટ્રાન્સમિશનનો વિકલ્પ આપવામાં આવ્યો છે અને માઈલેજ અંગે મારુતિ સુઝુકી દાવો કરે છે કે આ મારુતિ સ્વિફ્ટ સીએનજી 30.90 કિમી પ્રતિ કિલોની માઈલેજ આપે છે ફીચર્સ વિશે વાત કરીએ તો, મારુતિ સ્વિફ્ટ VXI CNGમાં, કંપનીએ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેની કનેક્ટિવિટી સાથે 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, હાઇટ-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, ઓટો એસી, એલઇડી હેડલેમ્પ્સ અને ડીઆરએલ જેવા ફીચર્સ આપ્યા છે આ ઉપરાંત સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કારમાં ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ હોલ્ડ કંટ્રોલ, આગળની સીટ પર ડ્યુઅલ એરબેગ્સ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, EBD રિયર પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.