કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ મંડાવિયાએ કહ્યુ કે અમે તેના માટે તૈયાર છીએ. રસી નિર્માતાઓની વચ્ચે વાતચીત ચાલી રહી છે. જો કોઈ દવા અથવા રસી ઉત્પાદક કંપનીની પાસે આ માટે જરુરી માળખુ અને સંસાધન છે તો તે અમારી પાસે આવે.
દેશમાં 18થી વધારે ઉંમરના લોકોના રસીકરણ બાદ રસીની અછત બાદ અનેક રાજ્યો માંગ કરી ચૂક્યા છે કે કંપલ્સિવ લાયસન્સિંગના માધ્યમથી બીજી કંપનીઓને કોવૈક્સિન નિર્માણની પરવાનગી આપવામાં આવે. સરકાર વાતચીત કરી રહી છે .
તેમણે કહ્યુ કે દેશમાં રસીની અછત ઓછી કરવા અનેક સ્તર પર પ્રયત્નો થઈ રહ્યા છે. અમે વિદેશથી રસી ખરીદી અને વિદેશી કંપનીઓને ભારતમાં ઉત્પાદન શરુ કરવા માટે પણ પ્રયત્નશીલ છીએ. ફાઈઝર તથા જોનસન એન્ડ જોનસન પાસેથી રસીની આયાત અને દેશોમાં ઉત્પાદન શરુ કરવા માટે ભારત સરકારે વાતચીત ચાલું કરી છે. ફાઈઝરે કેટલાક મુદ્દા ઉઠાવ્યા છે. તેનો ઉકેલ થોડાક દિવસોમાં થઈ જશે. તેમણે કહ્યુ કે હકિકતમાં સમસ્યા એ છે કે વિદેશી કંપનીઓ પણ અનેક દેશોમાંથી ઓર્ડલ લઈ ચૂકી છે તથા સંપૂર્ણ ક્ષમતાની સાથે કાર્ય કરી રહી છે
જો આવનારા સમયમાં આની સાથે ખરીદીની સમજૂતિ થઈ જાય છે તો આને રાજ્યોને પણ ફાયદો થશે. કોર્પોરેટ હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા ખાનગી કંપનીઓ પોતાના કર્મચારીઓ માટે સીધી વિદેશથી રસીખરીદી શકશે.
એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યુ કે સ્વાસ્થ્ય મંત્રાલય એ પણ વિવરણ કરી રહ્યુ છે કે દેશમાં રોજના કેટલી રસી લગાવી શકાય છે. હજું સુધી દિવસમાં 43 લાખ રસી લગાવવાનો રેકોર્ડ છે.
તેમણે આશા વ્યક્ત કરીછે કે સરકાર અનેક સ્તર પર રસીની અછત દુર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.