આગામી બેદિવસ કચ્છમાં કોલ્ડવેવની આગાહી..

સમગ્ર રાજયની સાથોસાથ કચ્છમાં પણ ઠંડીનો નવો રાઉન્ડ શરૃ થયો છે અને છેલ્લા ત્રણ દિવસથી કચ્છવાસીઓ ઠંડીમાં ઠુંઠવાઈ રહયા છે જેમાં મકરસંક્રાંતિના દિવસે કાતીલ ઠંડીથી જનજીવનને અસર પહોંચી હતી. રહી રહીને શિયાળાનો માહોલ બરાબરનો જામ્યો હોય તેમ નલિયામાં ભુક્કા બોલાવતી ૧.૪ ડિગ્રી ઠંડી નોંધાતા રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. આ ઉપરાંત ભુજમાં ૭.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતુ. ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ ગયો છે. ઉત્તરાયણની રાત્રિએ ૯ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયો હતો અને નલિયામાં ૧.૪ ડિગ્રી સાથે ઠંડીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ આગામી બે દિવસ ઠંડીનું પ્રભુત્વ રહેશે. પરંતુ ત્યારબાદના ૩ દિવસમાં લઘુતમ તાપમાનમાં ૩ ડિગ્રીનો વાધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે.

મકરસંક્રાતિના પર્વે કચ્છમાં સર્વત્ર કાતિલ ઠંડી જામી હોય તેમ નલિયામાં તો લઘુતમ તાપમાનનો પારો ૨૪ કલાકમાં વધુ ત્રણ ડિગ્રી ગગડીને ૧.૪ ડિગ્રી સે. પર ઉતર્યો છે. ૧.૪ ડિગ્રી સાથે છેલ્લા એક દાયકામાં જાન્યુઆરીમાં આજનો દિવસ સૌથી ઠંડો રહ્યાનો વિક્રમ સર્જાયો હતો. છેલ્લે ૧૬/૧/૨૦૧૧ના નલિયામાં પારો ૨ ડિગ્રી સેલ્સિયસ પર ઉતર્યો હતો. ભુજમાં પણ પારો દોઢ ડિગ્રી સેલ્સિયસ ગગડીને ૭.૬ ડિગ્રી પર અટકયો હતો અને કંડલા પોર્ટમાં લઘુતમ તાપમાન ૧૨.૧ ડિગ્રી નોંધાયું છે.

બીજી બાજુ રાજ્યના મોટા શહેરોમાં પણ પારો ગગડી જશે. તાપમાન નીચું જશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તાપમાન નીચે જતા જ કચ્છમાં પણ ઠંડીનું જોર વાધી જશે. આમ, ગુજરાતમાંં ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થશે અને ગુજરાતમાં ઠંડી વાધતા તેની જનજીવન પર અસર પડશે. કચ્છમાં આગામી બેદિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. દરમિયાન આજે એવી પણ અફવા ઉડી હતી કે, નખત્રાણા, અબડાસા તાલુકાના છેવાડાના ગામોમાં વાહનો તેમજ ખેતરોમાં ઉભા પાક પર બરફની આછી ચાદર છવાઈ ગઈ હતી જોકે, સ્થાનિકે આવા કોઈ ચિત્ર જોવા મળ્યા નાથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.