સૌરાષ્ટ્ર માં આ 16 ડિસેમ્બર થી 18 ડિસેમ્બર સુધી આ 3 દિવસ કોલ્ડવેવ ની આગાહી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ તિવ્ર ઠંડી પડવાની આગાહી કરી છે. આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં સીવીયર કોલ્ડ વેવ રહેશે. રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું. નલિયાનું લઘુતમ તાપમાન 3.8 નોંધાયું હતું.

ગુજરાતમાં આખરે શિયાળાએ પોતાનો અસલ મિજાજ બતાવવા માંડ્યો છે અને ઠંડીનો જોરદાર ચમકારો વર્તાઈ રહ્યો છે. અને આ ઠંડી હજુ વધશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આવનારા 5 દિવસ દરમિયાન કાતિલ ઠંડી પડશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે,  16 ડિસેમ્બર, 17 ડિસેમ્બર અને 18 ડિસેમ્બર એણ ત્રણ દિવસ સુધી થથરી જવાય એવી હાડ થીજાવતી ઠંડી પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 16 તારીખ બાદ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં કોલ્ડવેવ શરૂ થશે.અને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે. તેના કારણે આ વિસ્તારોમાં આગામી બેથી ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો. હવે અચાનક હવામાન પલટાચાં દિવસે ગરમી ઓછી લાગે છે. ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીનું જોર વધે છે. ડિસેમ્બરનું એક સપ્તાહ વીતી ગયું હોવા છતાં પણ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું હતું તેથી શિયાળાનો અહેસાસ થતો નહોતો. હવે અસલી શિયાળો શરૂ થયો હોય એવું લાગે છે.

ગુજરાતમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે તેથી હજુ પણ તાપમાન ઘટશે. સૌરાષ્ટ્ર, કચ્છમાં 16 ડિસેમ્બરથી કોલ્ડવેવની શક્યતાઓ છે. કચ્છના નલિયામાં પારો ગગડતાં 6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું, જે રાજ્યમાં સૌથી નીચુ તાપમાન રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.