કલેક્ટરે ફાગણી પૂનમના મેળો બંધ રાખવા કર્યો નિર્ણય,ડાકોર રણછોડજીના ભક્તો નહી લઈ શકે મેળામાં ભાગ

ડાકોરમાં આગામી ફાગણી પૂનમનો મેળો યોજાશે નહીં. જિલ્લા કલેક્ટર દ્વારા ફગણી પૂનમનો મેળો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ડાકોર રણછોડજીના ભક્તો આ વર્ષે મેળામાં ભાગ લઈ શકશે નહીં. 27થી 29 માર્ચે થનારા મેળાના આયોજન પર રોક લાગી ગઈ છે. તો આ સાથે પદયાત્રિકોને ડાકોર નહીં આવવા કલેકટરના નિર્દેશ કરાયા છે.

જુનાગઢ માં પરંપરા મુજબ યોજાનાર શિવરાત્રિના મેળાને આ વર્ષે જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે જેને લઈને જેતપુરના નર્સિંગ મંદિરના મહંત આત્માનંદ બાપુએ વખોડી કાઢ્યો હતો. સરકાર દ્વારા આ એક મૂર્ખ બનાવવાની નીતિ હોય તેવા આક્ષેપો કર્યા હતા. ચુંટણી પત્યા બાદ તરતજ શિવરાત્રિના મેળા બંધ રાખવાની જાહેરાત કરી.

ચૂંટણીમાં સંક્રમણના ફેલાઈ ગયુ પણ શિવરાત્રિના મેળામાં ફેલાઈ જશે આવી ખોટી વાતો કરી સરકાર અને કલેકટર પોતાની જવાબદારી માંથી છટકવા માંગે છે તેવુ પણ મહંત આત્માનંદે આક્ષેપ કર્યો. આ માટે જ્યારે તંત્ર અને સાધુ સંતોની બેઠક યોજવામાં આવી ત્યારે માત્ર અમુક સંતોને બોલાવી નિર્ણય લેવડાવ્યા અને ત્યાં સુધી કે મિડિયાને પણ આ બેઠકોથી દૂર રાખવામાં આવ્યા હતા.

મહામંડલેશ્વર 108 ભારતી બાપુએ આ અંગે વિરોધ કરતા જણાવ્યું હતુ કે, મહામંડલેશ્વરની ગેરહાજરીમાં નિર્ણય લેવાયો હતો. સરકાર સાથે મેળો ચાલુ કરાવવા પ્રયાસ ચાલુ છે. મેળો ચાલુ કરાવવા માટે CM સાથે વાત ચાલુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.