પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે સરકારી જમીન પર દબાણ થતાં કલેક્ટર કાર્યવાહી કરી શકે છે. સુઓમોટો દાખલ કરી શકે છે. આ માટે જ લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાવ્યા છીએ. નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે કાયદો છે. પ્રદીપસિંહ જાડેજાએ અમિત ચાવડાને જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસના સમયમાં કાયદા વ્યવસ્તાની શું સ્થિતિ હતી.
ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પાસે જવાબ માગ્યો છે. જમીન પર ગેરકાયદેસર દબાણ કરેલા ઉદ્યોગપતિઓ સામે કાર્યવાહી થશે કે નહીં. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, જમીન માફિયાઓ માટે એક્ટ લાવવામા આવ્યો છે
કાયદો-વ્યવસ્થાની સલામતી માટે સરકારે બાહેંધરી આપી આ કાયદાને કડક કર્યો છે. માફિયાઓ અને ગુંડાઓને કંટ્રોલમાં રાખવા માટે આ કાયદો બનાવ્યો છે. આ કાયદા અંતર્ગત મિલકતમાં ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી કરવામાં આવશે.
દર 15 દિવસે ફરિયાદમાં તપાસ મુદ્દે રિવ્યુ કરવામાં આવશે. ફરિયાદ વ્યાજબી છે કે, ગેરવ્યાજબી તેની ચકાસણી કરાશે. 21 દિવસમાં કમિટી નિર્ણય લઇ કાર્યવાહી આગળ કરશે.
જિલ્લા પ્રમાણે સ્પેશિયલ કોર્ટની રચના કરાશે. આ કાયદા મુજબ ઓછામાં ઓછી 10 વર્ષની સજા વધુમાં વધુ 14 વર્ષની સજા ફટકારવામાં આવશે. જમીન પચાવી પાડવાના કેસમાં બિનજામીનપાત્ર ધરપકડ થશે. ખોટા દસ્તાવેજ કરી મિલકતો પચાવી પાડનાર સામે કાર્યવાહી કરાશે. ભૂમાફિયાઓ સામે હવે સરકાર આકારા પાણીએ થઈ છે.
- સરકારી જમીન પચાવી પાડવાની કે માથાભારે તત્વોએ જમીન પચાવી પાડી હોય તેવા કિસ્સામાં કમિટીના અધ્યક્ષ તરીકે કલેકટર અને રાજ્ય સરકાર જાતે સુઓમોટો પગલાં લઇ શકશે
- વિશેષ અદાલતને દિવાની અને ફોજદારી બેય પ્રકારની અદાલતી કાર્યવાહી હાથ ધરવાની સત્તાઓ અપાશે
- સામાન્ય માનવીને ઝડપી યોગ્ય ન્યાય અને કસૂરવાર ભૂમાફિયાને કડક સજા મળશે
- આક્ષેપ ખોટા હોવાનું પૂરવાર કરવાની જવાબદારી ભૂમાફિયાના શિરે રહેશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.