રાજ્યમાં હાયર એજ્યુકેશનની કોલેજો ક્યારે ખુલશે ? તે હજુ સુધી નક્કી થતું નથી.. યુજી અને પીજી ર્કોિસસમાં આખું એક સેમેસ્ટર ઓનલાઈન પૂરું થઈ ગયું અને ટૂંક સમયમાં ફાઈનલ પરીક્ષા લેવાશે. હવે નવું સેમેસ્ટર ઓફલાઈન ભણવાનું છે કે નહીં ?
વાસ્તવમાં ૧૫મી જાન્યુઆરીથી કોલેજો શરૂ થવાની ચર્ચા છે. હવે સત્તાવાર જાહેરાત થશે કે કેમ ? તે વિશે શંકા છે. કેમકે સરકાર પણ અવઢવમાં મુકાઈ છે તેનું કારણ એ છે કે રાજ્ય સરકાર કોઈ નિર્ણય કરે તે પહેલાં કેન્દ્ર સરકારે ૩૧મી જાન્યુઆરી સુધી અનલોકની ગાઈડલાઈનને લંબાવી હતી.
ઘણી કોલેજોએ ઓનલાઈન અને ઓફલાઈન એજ્યુકેશન એકસાથે શરૂ કરવા માટે તૈયારી બતાવી હતી. પરંતુ તેમાં મુશ્કેલી એ છે કે બધી કોલેજો પાસે એટલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય. પચાસ ટકા વિદ્યાર્થી ઓફ કેમ્પસ ભણવા આવે અને બાકીના પચાસ ટકા ઓનલાઈન ભણે તો જે તે સમયે તેનું લાઈવ પ્રસારણ થાય તો ઓનલાઈન ભણતા વિદ્યાર્થીઓને કામનું. વળી તેના માટે દરેક ફેક્લ્ટી પાસે લેપટોપ અને કેમેરા હોવા જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.