કમ્બોડિયામાં છે રાહુલ ગાંધી, મહારાષ્ટ્ર, હરિયાણાની ચૂંટણી પહેલા પાંચ દિવસ સુધી ધ્યાન કરશે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી (Rahul Gandhi) પાંચ દિવસ સુધી કમ્બોડિયા (Cambodia)માં યોજાનાર ધ્યાન શિબિરમાં રહેશે. જે બાદમાં ભારત પરત ફરીને ભારતમાં યોજાનાર વિધાનસભાઓની ચૂંટણી માટે પ્રચાર કરશે.

હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને સોશિયલ મીડિયામાં સમાચાર આવ્યા હતા કે તેઓ બેંગકોક ચાલ્યા ગયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ સમાચાર પછી કૉંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે રાહુલ ગાંધી બેંગકોક નહીં પરંતુ કમ્પોડિયા ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી પાંચ દિવસ સુધી કમ્બોડિયામાં યોજાનાર ધ્યાન શિબિરમાં રહેશે. તે પછી ભારત પરત ફરીને તેઓ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી આ પહેલા પણ ધ્યાન શિબિરોમાં હાજર રહ્યા હતા.

પ્રાપ્ત વિગત પ્રમાણે રવિવારે સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધી બેંગકોકમાં હોવાના સમાચાર ખૂબ વાયરલ થયા હતા. લોકો ચર્ચા કરી રહ્યા હતા કે વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી બેંગકોક શા માટે ગયા છે.

આ સમચાર વાયરલ થયા બાદ કૉંગ્રેસે સ્પષ્ટતા કરી છે. કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી અંગે સોશિયલ મીડિયામાં ચાલી રહેલી વાતો અફવા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી કમ્બોડિયા ગયા છે. અહીં પાંચ દિવસ સુધી તેઓ ધ્યાન શિબિરમાં રહેશે.

નોંધનીય છે કે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી અંગે કૉંગ્રેસે ખૂબ તૈયારી કરી છે. એવા પણ સમચાાર છે કે રાહુલ ગાંધી બંને રાજ્યમાં રેલીઓને સંબોધશે તેમજ રૉડ શૉ પણ કરશે. જાણકારી પ્રમાણે રાહુલ ગાંધી મહારાષ્ટ્ર અને હરિયાણામાં 10થી 19મી ઓક્ટોબર વચ્ચે પ્રચાર અભિયાનમાં જોડાશે. આ દરમિયાન રાહુલ એવા વિસ્તારો પર ફોકસ કરશે જ્યાં ગત ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. રાહુલ સાથે કૉંગ્રેસના અન્ય સ્ટાર પ્રચારકો પણ પ્રચાર અભિયાનમાં જોડાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.